Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર આવ્યો:1 ડોલરની કિંમત ₹95.94, ડિસેમ્બર-2025માં પહેલીવાર 90ને પાર ગયો હતો; મોંઘવારી વધવાનો ખતરો

    7 hours ago

    આજે 15 મેના રોજ રૂપિયો ડોલર સામે 30 પૈસા ઘટીને 95.94ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા ગુરુવારે રૂપિયો 95.64ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ની શરૂઆતથી જ રૂપિયો દબાણમાં છે. ગયા વર્ષે ડિસેમ્બર 2025માં પહેલીવાર રૂપિયો 90ના સ્તરને પાર ગયો હતો. તેનાથી મોંઘવારી વધવાનો ખતરો વધી ગયો છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલની કિંમતો આ જ રીતે વધતી રહી અને ભૌગોલિક રાજકીય તણાવ ઓછો ન થયો, તો રૂપિયો જલ્દી જ 100ના સ્તરને પણ સ્પર્શી શકે છે. રૂપિયામાં ઘટાડાના મુખ્ય કારણો મિડલ ઇસ્ટ તણાવ: અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝમાં સપ્લાય ખોરવાઈ જવાની આશંકાએ બજારમાં ડર પેદા કર્યો છે. યુદ્ધના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ડોલર તરફ ભાગી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ: ભારત તેની જરૂરિયાતનો 85% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 107 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ઓઈલ મોંઘું થવાથી ભારતને વધુ ડોલર ચૂકવવા પડી રહ્યા છે, જેનાથી રૂપિયા પર દબાણ વધી ગયું છે. મજબૂત થતો ડોલર ઇન્ડેક્સ: દુનિયાની 6 મુખ્ય કરન્સીની સરખામણીમાં ડોલરની મજબૂતીને માપતો ડોલર ઇન્ડેક્સ 99.05 ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ડોલર ગ્લોબલ માર્કેટમાં મજબૂત થાય છે, ત્યારે રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડી જાય છે. વિદેશી રોકાણકારોનો ઉપાડ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા છે. બુધવારે FII એ 4,700 કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા. બજારમાંથી ડોલર બહાર જવાના કારણે રૂપિયાની કિંમત ઘટી રહી છે. વધતી મોંઘવારીનો ડર: ભારતમાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) સાડા ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. ઊર્જાની વધતી કિંમતોથી 'આયાતી ફુગાવા'નો ખતરો વધી ગયો છે. ડોલર મોંઘો, ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો મિડલ ઈસ્ટ સંઘર્ષને દાયકાઓનું સૌથી ગંભીર ઊર્જા સંકટ માનવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર ભારત પર પડી રહી છે. ઓઈલની કિંમતો: ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી ભારતનું આયાત બિલ વધ્યું છે. જરૂરી સામાન મોંઘો: LPG, પ્લાસ્ટિક અને અન્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનોનો પુરવઠો પ્રભાવિત. મોંઘવારીનો ડર: ડોલર મોંઘો થવાથી પેટ્રોલ-ડીઝલ અને આયાતી સામાન મોંઘા થશે, જેનાથી છૂટક મોંઘવારી વધી શકે છે. વિદેશમાં અભ્યાસ-ફરવું મોંઘું: વિદેશ જવા કે અભ્યાસ માટે ડોલર ખરીદવા પર હવે વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. ઇલેક્ટ્રોનિક્સ મોંઘા: મોબાઇલ, લેપટોપ અને આયાતી પાર્ટ્સ મોંઘા થઈ શકે છે, કારણ કે ચુકવણી ડોલરમાં થાય છે. ઓઈલ ઉત્પાદન છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે રોઇટર્સના સર્વે મુજબ, એપ્રિલમાં ઓપેક (OPEC) દેશોનું ઓઈલ ઉત્પાદન છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે રહ્યું છે. અરામકોના CEO અમીન નાસરે ચેતવણી આપી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ઓઈલ નિકાસમાં અવરોધને કારણે બજારમાં સ્થિરતા આવવામાં 2027 સુધીનો સમય લાગી શકે છે. તેનાથી દર અઠવાડિયે લગભગ 10 કરોડ બેરલ ઓઈલનું નુકસાન થઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગને તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવતા મહિને ખુલી પણ જાય, તો પણ આ વર્ષે ઓઈલની કિંમતો 100 ડોલરની આસપાસ જ રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે રસ્તો ખુલ્યા પછી પણ લોજિસ્ટિક અને ટેન્કરોની અછતને કારણે સપ્લાય સામાન્ય થવામાં સમય લાગશે. વડાપ્રધાનની અપીલ અને સરકારના કડક પગલાં રૂપિયામાં સતત આવી રહેલા ઘટાડાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને દેશહિતમાં આર્થિક અનુશાસન જાળવી રાખવા જણાવ્યું હતું. આ જ કડીમાં સરકારે મંગળવારે રાત્રે કિંમતી ધાતુઓની આયાત પર ટેરિફ વધારી દીધા હતા જેથી ડોલર બહાર જવાની ગતિને ઓછી કરી શકાય. ટ્રેડર્સનું માનવું છે કે આવનારા સમયમાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. કરન્સીની કિંમત કેવી રીતે નક્કી થાય છે? ડોલરની સરખામણીમાં કોઈ ચલણની કિંમત ઘટે તો તેને ચલણનું ઘટવું કે નબળાઈ (કરન્સી ડેપ્રિસિયેશન) કહેવાય છે. દરેક દેશ પાસે ફોરેન કરન્સી રિઝર્વ હોય છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવહારો થાય છે. તેના ઘટવા-વધવાની અસર ચલણ પર પડે છે. જો ભારતના ફોરેન રિઝર્વમાં ડોલર પૂરતા હશે તો રૂપિયો સ્થિર રહેશે. ડોલર ઘટે તો રૂપિયો નબળો, વધે તો મજબૂત થશે. ----------------------------- આ સમાચાર પણ વાંચો… પેટ્રોલ-ડીઝલ ₹3-3 મોંઘા થયા, નવી કિંમતો લાગુ: દિલ્હીમાં પેટ્રોલ ₹97.77 પ્રતિ લિટર થયું, કંપનીઓને હજુ પણ ₹25-30 પ્રતિ લિટરનું નુકસાન પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા ભાવ આજે 15 મેથી લાગુ થઈ ગયા છે. લગભગ 2 વર્ષ પછી ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કંપનીઓને હજુ પણ પેટ્રોલ-ડીઝલ પર ₹25-₹30 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાથે મુખ્ય શહેરોમાં CNG પણ ₹2 પ્રતિ કિલો સુધી મોંઘી થઈ ગઈ છે. દિલ્હીમાં હવે એક કિલો CNG માટે ₹79.09 ખર્ચ કરવા પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Who was Søren Kierkegaard?
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ:બંને દેશોને ફાયદો થશે, શી જિનપિંગ સાથે બેઠક કરી; ટ્રમ્પ બેઇજિંગથી રવાના થયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment