Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય બિઝનેસમેનના પ્લાન્ટ પર રશિયાનો ઘાતક હુમલો:યુક્રેનમાં દવા કંપની પર ડ્રોન વરસ્યા, 1નું મોત; રાજીવ ગુપ્તાનું ₹400 કરોડનું સામ્રાજ્ય તબાહ

    2 days ago

    રશિયાએ યુક્રેનના સુમી શહેરમાં ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની દવા બનાવતી ફેક્ટરી પર ડ્રોનથી હુમલો કર્યો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને તેનો મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. પ્રારંભિક અંદાજ મુજબ, કંપનીને ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હુમલા બાદ ફેક્ટરીવાળા વિસ્તારમાંથી ધુમાડાનો મોટો ગોટો ઊઠતો જોવા મળ્યો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા આગળ બદલાઈ શકે છે. આ ફેક્ટરી રશિયાની સરહદથી લગભગ 23 કિલોમીટર દૂર છે. ફેક્ટરી પર ડ્રોન હુમલા બાદની 2 તસવીરો… 1990ના દાયકામાં યુક્રેન ગયા હતા રાજીવ ગુપ્તા આ ફેક્ટરી કુસુમ ગ્રુપની છે. કંપની ભારતીય નાગરિક રાજીવ ગુપ્તા ચલાવે છે. તેઓ 1990ના દાયકામાં યુક્રેન ગયા હતા અને ત્યાં જ તેમણે કુસુમ ગ્રુપનો કારોબાર ઊભો કર્યો. કંપનીએ 1994માં ભારતની દવાઓ યુક્રેન મોકલતી ડિસ્ટ્રિબ્યુટર કંપની તરીકે કામ શરૂ કર્યું હતું. 1996માં તેને યુક્રેનમાં સત્તાવાર રીતે કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. કુસુમ ગ્રુપનું મુખ્ય મથક યુક્રેનની રાજધાની કીવમાં છે. તેને યુક્રેનમાં કાર્યરત અગ્રણી ભારતીય ફાર્મા કંપનીઓમાંની એક માનવામાં આવે છે. પહેલાં કંપની અન્ય કંપનીઓની દવાઓ વેચતી હતી 2002માં કુસુમ ગ્રુપે બીજી કંપનીઓની દવાઓ વેચવાનું કામ બંધ કરીને પોતાની બ્રાન્ડની દવાઓનું માર્કેટિંગ શરૂ કર્યું. ત્યારબાદ કંપનીએ પોતે દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું. 2007માં ભારતમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. 2009માં યુક્રેનના સુમીમાં દવાઓ બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં વધુ બે ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવામાં આવી. કુસુમ ગ્રુપ 50થી વધુ જેનેરિક દવાઓની બ્રાન્ડ બનાવે છે. આમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ અને પ્રવાહી દવાઓનો સમાવેશ થાય છે. કંપનીનાં ઉત્પાદનો યુક્રેન ઉપરાંત ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં પણ વેચાય છે. કંપનીનો કારોબાર 9થી વધુ દેશોમાં છે. ભારતમાં કંપનીની ઉત્પાદન સુવિધાઓ રાજસ્થાનના ભિવાડી અને મધ્ય પ્રદેશના પીથમપુર, ઇન્દોરમાં પણ છે. કુસુમ ગ્રુપ પોતાને ભારતીય મૂળ ધરાવતી યુક્રેનિયન કંપની તરીકે ઓળખાવે છે. કંપનીનો કારોબાર ભારતની દવાઓના વિતરણથી શરૂ થયો હતો અને બાદમાં તેણે યુક્રેનમાં પોતે દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું. યુદ્ધ દરમિયાન પણ સુમીનો પ્લાન્ટ ચાલુ રહ્યો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પણ સુમીની આ ફેક્ટરી કામ કરતી રહી હતી. હવે રશિયન ડ્રોન હુમલામાં તેની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને ફેક્ટરીનું મુખ્ય કામકાજ અટકી ગયું છે. અહેવાલ મુજબ, ઉનાળાથી રશિયા યુક્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં શહેદ ડ્રોન મોકલી રહ્યું છે. આ ડ્રોન જેટ એન્જિનથી ચાલે છે અને તેની કિંમત તુલનાત્મક રીતે ઓછી છે. યુક્રેનની એર ડિફેન્સ ટીમોને તેમને રોકવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરસેપ્ટર ડ્રોન શહેદ ડ્રોન કરતાં ધીમા છે. દરમિયાન, યુક્રેને આ અઠવાડિયે પોતાની સ્થાનિક બેલિસ્ટિક મિસાઇલ FP-7નો પ્રથમ વખત યુદ્ધમાં ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. તેની મારક ક્ષમતા આશરે 250 કિલોમીટર હોવાનું કહેવાય છે. યુક્રેનમાં રશિયન હુમલામાં 6નાં મોત રશિયાએ 3 ઑક્ટોબરની સવારે યુક્રેન પર કરેલા તાજા હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાં. આ દરમિયાન રાજધાની કીવના નૉર્ધર્ન બ્રિજને પણ નુકસાન થયું. હુમલો એવા સમયે થયો છે જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ રવિવારે વિશેષ ટ્રેન દ્વારા એક દિવસની મુલાકાતે કીવ પહોંચ્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું કે આ પુલનો ઉપયોગ યુક્રેનની સેનાના સૈનિકો અને સૈન્ય સામગ્રીની અવરજવર માટે થાય છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન હુમલાઓને કારણે ડ્નિપ્રો નદી પર આવેલા કીવના 6માંથી 3 માર્ગ પુલો પર સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરજવર બંધ કરવી પડી છે. રશિયાએ શુક્રવાર અને શનિવારની રાત્રે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન તથા ગાઇડેડ બોમ્બથી હુમલો કર્યો હતો. પ્રાદેશિક ગવર્નર ઓલેહ સિનેહુબોવના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં 5 લોકોનાં મોત થયાં અને 40થી વધુ લોકો ઘાયલ થયા.
    Click here to Read More
    Previous Article
    Xiaomi Power Bank 20000 165W Review: One Brick to Charge It All
    Next Article
    સુરત લાઈવ કોન્સર્ટમાં સિંગર સુનિધિ ચૌહાણ-ડાન્સરોના કપડાં મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે કહ્યું-પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય; આયોજક બોલ્યા-પાસ ન મળતાં ડ્રામા ઊભો કર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment