Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેવિડ ધવને 'ચુનરી ચુનરી' ગીત ચોરી કર્યું?:પ્રોડ્યુસર વાશુ ભગનાનીનો આરોપ, ''કુલી નં.1'થી ₹27 કરોડનું નુકસાન થયું, વરુણે ખબર-અંતર પણ પૂછ્યા નથી'

    1 week ago

    પ્રોડ્યુસર વાશુ ભગનાનીએ તાજેતરમાં ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'માં ગીત 'ચુનરી ચુનરી'ના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી. ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે અને રમેશ તૌરાનીના ટિપ્સ બેનરે તેને પ્રોડ્યુસ કરી છે. 'હું ફક્ત નામનો પ્રોડ્યુસર હતો' વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ભગનાનીએ કહ્યું કે, તેમણે ડેવિડ ધવન સાથે ફિલ્મ 'બીવી નંબર 1'ની રીમેક બનાવવાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે, 'કુલી નંબર 1' (2020)થી તેમને લગભગ 27 કરોડ રૂપિયાનું નુકસાન થયું. તેમના મતે, ફિલ્મનું સંપૂર્ણ પ્રોડક્શન અને ખર્ચની જવાબદારી ડેવિડ ધવન સંભાળી રહ્યા હતા. તેમણે કહ્યું, 'હું ફક્ત નામનો પ્રોડ્યુસર હતો. મેં ડેવિડ જીને આ ફિલ્મ માટે લગભગ 70 કરોડ રૂપિયા આપ્યા હતા. કોવિડના સમયે ડેવિડ જીએ કહ્યું હતું કે ભવિષ્યમાં નુકસાનની ભરપાઈ કરશે અને પછી 'બીવી નંબર 1' પર કામ શરૂ થયું.' વાશુએ ડેવિડ ધવનને ફોન કરીને પ્રશ્ન પૂછ્યો વાશુ ભગનાનીના મતે, લગભગ છ મહિના સુધી ફિલ્મ પર કામ ચાલ્યું. બાદમાં ડેવિડ ધવનના મોટા દીકરા રોહિત ધવને તેમને જણાવ્યું કે સ્ક્રિપ્ટ તૈયાર નથી, જેના પછી તેમણે પ્રોજેક્ટમાં ઉતાવળ ન કરી. આ પછી તેમને જાણવા મળ્યું કે રમેશ તૌરાની અને ડેવિડ ધવન એક નવી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં 'ચુનરી ચુનરી' ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાશુએ કહ્યું કે તેમણે ડેવિડ ધવનને ફોન કરીને આ અંગે પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું કે, ''બીવી નંબર 1' ના ઓડિયો રાઇટ્સ રિલીઝના સમયે ટિપ્સને વેચવામાં આવ્યા હતા, પરંતુ તેમની પરવાનગી વિના વીડિયોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે તેમની કંપનીએ કોર્ટમાં પત્ર આપ્યો, જેના પછી બિહારની કટિહાર કોર્ટે સ્ટેટસ ક્વોનો આદેશ આપ્યો.' નુકસાન પછી વરુણે ખબરઅંતર પૂછ્યા નહીં: ભગનાની વાશુ ભગનાનીએ કહ્યું, 'ડેવિડ ધવન મારા પ્રોડક્શનની ફિલ્મનું એ જ ગીત પોતાના દીકરાની ફિલ્મમાં ઉપયોગ કરી રહ્યા છે. ઓછામાં ઓછું તેમને મને પહેલા જણાવવું જોઈતું હતું. જો તેઓ વાત કરત તો હું એનઓસી આપી દેત.' વાશુએ પ્રેસ કોન્ફરન્સમાં વરુણ ધવનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'ફિલ્મ ‘કુલી નંબર 1’ના નુકસાન પછી વરુણ ધવને ક્યારેય મારા ખબરઅંતર પૂછ્યા નથી.' વાશુ ભગનાનીએ વીડિયો જાહેર કરીને નારાજગી વ્યક્ત કરી આ મામલે શનિવારે વીડિયો જાહેર કરીને વાશુ ભગનાનીએ કહ્યું, ‘મારી એક ખૂબ મોટી ફિલ્મ ‘બીવી નંબર 1’ હતી, જેના ગીતો ચોરવામાં આવ્યા હતા. ગઈકાલે અમે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, મેં કોઈને પણ તેના વિઝ્યુઅલનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો નથી. મામલો કોર્ટમાં છે અને જો કોઈ તેનો ઉપયોગ કરે છે, તો તે કોર્ટની અવમાનના ગણાશે.’ તેમણે આગળ કહ્યું, ‘આજે સવારે મેં જોયું કે તેનો થિયેટ્રિકલ ટ્રેલર લોન્ચ થઈ રહ્યું છે. ત્યાં સામાન્ય પ્રેસ પબ્લિક બેઠી છે અને આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે અમારો મામલો ઉકેલાઈ ગયો છે, અમારી વાત થઈ ગઈ છે, પરંતુ મારી સાથે કોણે વાત કરી? હું માલિક છું અને કોઈએ મને કોલ પણ કર્યો નથી. ન વોટ્સએપ મેસેજ આવ્યો, ન કોઈ વાતચીત થઈ. ન કાયદેસર રીતે, ન ભાવનાત્મક રીતે કોઈએ સંપર્ક કર્યો નથી. મને સમજાતું નથી કે દેશમાં શું થઈ રહ્યું છે. એક મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમ છતાં ખુલ્લેઆમ જૂઠ બોલવામાં આવી રહ્યું છે અને વસ્તુઓ રિલીઝ કરવામાં આવી રહી છે.’
    Click here to Read More
    Previous Article
    CM Bhagwant Mann LIVE: एथलीटों को 'महाराजा रणजीत सिंह अवॉर्ड' देते सीएम भगवंत मान लाइव | Punjab News
    Next Article
    સુરત તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ, સંતાનો ગુમાવનારા પરિવારોની આંખોમા આંસુ:સ્મારક હોલ ખાતે વાલીઓએ મીણબત્તી પ્રગટાવી માસૂમોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment