Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1લી એપ્રિલથી GCAS રજિસ્ટ્રેશન:GCASમાં 6 ખાનગી યુનિ.નો સમાવેશ, પરંતુ મોટી યુનિવર્સિટી હજુ બાકાત, રાજકોટની એક પણ નહીં!

    6 days ago

    રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેના ‘જીકાસ’ (GCAS) પોર્ટલનો વ્યાપ વધારવા સરકારે આ વર્ષે ખાનગી યુનિવર્સિટીઓમાં પણ GCAS પોર્ટલથી એડમિશન કરવામાં આવનાર છે. જોકે, આશ્ચર્યજનક રીતે રાજ્યની આશરે 85થી વધુ ખાનગી યુનિવર્સિટીઓમાંથી માત્ર 6 યુનિવર્સિટીઓમાં જીકાસના માધ્યમથી પ્રવેશ આપવાની તૈયારી દર્શાવી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, સૌરાષ્ટ્રનું એજ્યુકેશન હબ ગણાતા રાજકોટની એક પણ ખાનગી યુનિવર્સિટીને હજુ સુધી GCASની આ પ્રક્રિયામાં જોડાવામાં આવી નથી. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં અનેક નામી ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે, જે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. આમ છતાં, જીકાસ પોર્ટલ હેઠળ અત્યાર સુધીમાં જે 6 યુનિવર્સિટીઓના નામ જાહેર થયા છે તેમાં રાજકોટની એક પણ યુનિવર્સિટીનું નામ નથી. શું રાજકોટની યુનિવર્સિટીઓ પોતાની એડમિશન પ્રક્રિયા પર કોઈનું નિયંત્રણ નથી ઈચ્છતી? કે પછી જીકાસના અગાઉના કડવા અનુભવોને કારણે અંતર જાળવ્યું છે? તેવા પ્રશ્નો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ હાલ સુરત, અમદાવાદ, ગાંધીનગર અને સણોસરા જેવી માત્ર 6 સંસ્થાઓને જ મંજૂરી આપી છે. પરંતુ હજુ પણ રાજ્યની મોટી અને પ્રખ્યાત ખાનગી યુનિવર્સિટીઓ આ કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાથી દૂર રહી છે. છેલ્લા બે વર્ષથી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. કોલેજ સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અનેક ફરિયાદો કરવા છતાં શિક્ષણ વિભાગ હજુ પણ આ પોર્ટલથી જ એડમિશન પ્રક્રિયા કરવા વળગી રહ્યું છે. ગયા વર્ષે 30 થી વધુ રાઉન્ડ કરવા છતાં મોટાભાગની કોલેજોમાં બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ આ જ સિસ્ટમથી પ્રવેશ પ્રક્રિયા થશે. 1લી એપ્રિલથી GCASનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે 1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. જો મનપસંદ ખાનગી યુનિવર્સિટી જીકાસમાં ન હોય તો શું અલગથી ફોર્મ ભરવું પડશે? અગાઉ 32-32 રાઉન્ડ ચાલ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા ત્યારે આ વર્ષે માત્ર 3 રાઉન્ડમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કેટલી સફળ રહેશે તે તો સમય જ બતાવશે. સરકાર પ્રવેશના ચોક્કસ નિયમો જાહેર કરે તે પહેલાં રાજકોટની ખાનગી યુનિવર્સિટીઓ આમાં જોડાશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારે સાંજે અને મંગળવારે સવારે પુરવઠો ખોરવાશે:મેટ્રો સ્ટેશનની કામગીરી માટે અઠવામાં 2 દિવસ પાણીકાપ
    Next Article
    ફાર્મસી રિસર્ચમાં હવે AIનો દબદબો:ફાર્મસીના વિદ્યાર્થીઓ AI, પાયથોન શીખી ગ્લોબલ માર્કેટ માટે તૈયાર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment