Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:પૂર્વ CM રૂપાણીની પુત્રીએ પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, BJ મેડિકલમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

    22 hours ago

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે(12 જૂન) અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઈટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પણ વાંચો: પુત્રના મોત બાદ વ્યવસાય સંભાળનાર હવે કોઈ રહ્યું નથી 12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દેશ-વિદેશ અને અમદાવાદના 260થી વધારે મુસાફરોના મૃત્યુ થયા છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા આજે મૃતકના પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર મૃતકના પરિવારજનો એક વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તેના અવશેષો આજે પણ જોવા મળે છે. આ પણ વાંચો: મેં ચીસો પાડી ગડુને બચાવો, પણ બચાવી ન શકી લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઈટ પર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશમાં લંડનના ફ્યોંગલે જીવ ગુમાવ્યો હતો. તેના માતા-પિતા શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આજે બ્રિટિશ હાઇ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન થોડીવારમાં ઘટનાસ્થળ પર પહોચશે અને સાઇટની મુલાકાત લેશે. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર સાંજે સાત વાગ્યે જાણીતા કલાકારો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે. ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજિત વાંક ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષ બાદ FIFAમાં શકીરાની શરારત!:'વક્કા વક્કા' ગર્લએ 'ડાઈ ડાઈ'થી મહેફિલ લૂંટી, જુઓ ગ્લેમરથી ભરપૂર ઓપનિંગ સેરેમનીના PHOTO-VIDEO
    Next Article
    'મકાન વગર રોડ પર રખડીશું, અહીંયા જ પડ્યા રહીશું':અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન, 160થી વધુ દબાણો તોડી આંબા તળાવની 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment