Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરુણાચલમાં પૂર-ભૂસ્ખલનથી 1 લાખ લોકો પ્રભાવિત:આસામના 99 ગામ ડૂબ્યા; ઓડિશામાં પુરી રથયાત્રામાં ભારે વરસાદનું એલર્ટ; MPના 35 જિલ્લામાં દુષ્કાળ

    1 day ago

    હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારે બંગાળની ખાડીમાં ઓછું દબાણનું ક્ષેત્ર બનવાને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે, ઓડિશામાં જગન્નાથ રથયાત્રા પહેલા બુધવારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે રાજ્યના ઘણા વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આમાં પુરીનો પણ સમાવેશ થાય છે. આ ચેતવણી બંગાળની ખાડીમાં બનનારા ઓછા દબાણના ક્ષેત્રને કારણે જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું નિમ્ન દબાણ (લો-પ્રેશર)નું ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને આગામી બે દિવસમાં ઉત્તર તરફ આગળ વધતા પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં નુકસાન થયું છે. રાજ્યમાં 1.02 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને 29 ઘાયલ થયા છે. જ્યારે, આસામના 6 જિલ્લાના 99 ગામો પૂરની ઝપેટમાં છે, જ્યાં 37,032 લોકો પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસર લખીમપુર જિલ્લામાં જોવા મળી છે. સેટેલાઇટ ઇમેજમાં જુઓ દેશમાં ચોમાસાની સ્થિતિ… દેશભરમાં હવામાન સંબંધિત તસવીરો… દેશભરમાં ચોમાસાની સ્થિતિની પળેપળની અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો…
    Click here to Read More
    Previous Article
    King of World Cup knockouts: All records Messi broke in ARG vs ENG semifinal
    Next Article
    ‘પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ-ડીઝલ-ગેસના જહાજો લાવો હોર્મુઝ પાર’:રથયાત્રામાં ઈરાન-અમેરિકા યુદ્ધના પોસ્ટર લઈ પહોંચ્યા ભક્તો; ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment