Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો:રૂ. 96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, સુરતના ઉત્રાણ ગામમાં પોલીસનો દરોડો

    2 days ago

    સુરતમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 1 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી માદક પદાર્થ તથા અન્ય સાધન-સામગ્રી કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોમ્યુનિટી હોલ તરફની શેરીમાં ગાંજાનું વેચાણ કરતો ઉત્રાણ પોલીસની ટીમને ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે ઉત્રાણ ગામના રામપાટ હળપતિ વાસ ખાતે રહેતો સની દિનેશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 24) નામનો ઈસમ કોમ્યુનિટી હોલ તરફની શેરીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. રેઇડ દરમિયાન બાતમી મુજબના પહેરવેશ વાળા શંકાસ્પદ ઈસમને સ્થળ પરથી જ આંતરીને પકડી પાડવામાં આવ્યો હતો. 1.389 કિલો ગાંજા સહિત 96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીની તલાશી લેતાં તેની પાસેથી 1.389 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર પ્રતિબંધીત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 69,450 થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રૂ. 2,500 ની કિંમતનો એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન, રૂ. 25,000 ની કિંમતનું એક એક્ટિવા વાહન અને ગાંજાનું પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 133 નંગ નાની પારદર્શક ઝીપ બેગ (કોથળીઓ) પણ જપ્ત કરી છે. આમ, પોલીસે કુલ મળીને રૂ. 96,950નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે. વોન્ટેડ રાજનની શોધખોળ શરૂ ઝડપાયેલા આરોપીને આ ગાંજાનો જથ્થો 'રાજન' નામના અન્ય એક ઈસમે આપ્યો હતો, જેથી પોલીસે આ કેસમાં રાજન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરીને આગળની કાનૂની તપાસ શરુ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:ભણવા બાબતે પિતાએ ઠપકો આપતા નર્સિંગના છાત્રે અને બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો
    Next Article
    “અભિષેક સર મત મારો…”, 34 સેકન્ડમાં યુવકને 16 દંડા માર્યા:26 વર્ષીય શ્રમિકના મોતમાં નવો વળાંક, વાયરલ વીડિયોના આધારે પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ, પોલીસે કહ્યું- લોકેશન અમારું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment