Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યકિરણ એરોબેટિક ટીમનું રિહર્સલ, આકાશમાં દિલ બનાવ્યું:1 નવેમ્બરે વાયુ સેનાના 9 હોક જેટ વિમાનો આકાશમાં રોમાંચક હવાઈ કરતબો રજૂ કરશે

    10 hours ago

    ભાવનગર શહેરના બોરતળાવમાં 1 નવેમ્બરને રવિવારના રોજ સવારે 9 કલાકે ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા ભવ્ય 'સૂર્યકિરણ એર શો'નું આયોજન કરાયું છે. ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ રોમાંચક શોના ભાગરૂપે વાયુસેનાના 4 વિમાનો દ્વારા આજે બોરતળાવ ઉપર આકાશમાં દિલની આકૃતિ બનાવીને સફળ રિહર્સલ કરાયું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઐતિહાસિક એર શો અંગેની વિગતો આપી હતી. 9 હોક જેટ વિમાનો આકાશમાં 40 મિનિટ કરતબો દર્શાવશે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક એમકે-132 જેટ ટ્રેનર વિમાનો 30થી 40 મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાન અને ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ રજૂ કરશે. વાયુસેનાનું આ પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત અને સાહસનું પરિચય કરાવી યુવાનોને સેનામાં જોડાવા પ્રેરિત કરશે. વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા, નાગરિકોને ઉપસ્થિત રહેવા આહવાન જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ ભાવનગરવાસીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. સાથે જ એર શો જોવા આવતાં નાગરિકોને બાળકો તથા વડીલોની સુરક્ષાનું ધ્યાન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા અને જાહેર સ્થળની સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખમીસાણામાં નવા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન:સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા
    Next Article
    Opinion: Opinion | How India Is Making Its Stock Market An Expensive Place To Invest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment