Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુરમાં વરના કારમાંથી 1 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો:ભાવનગરના બે શખ્સોની ધરપકડ, દારૂની 672 ક્વાર્ટર બોટલો સહિત ₹3.10 લાખનો મુદ્દામાલ જપ્ત

    13 hours ago

    આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોટી ચોકડી પાસે વોચ ગોઠવી સિલ્વર કલરની હ્યુન્ડાઈ વરના કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાં સવાર ભાવનગરના બે શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂની 672 ક્વાર્ટર બોટલો, કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹3,10,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભાગવાનો પ્રયાસ કરતાં કારને કોર્ડન કરી તારાપુર પોલીસને બાતમી મળી હતી કે, હ્યુન્ડાઈ વરના કાર નં. GJ-04-AM-9545માં વિદેશી દારૂનો જથ્થો ભરી ખેડા રોડ તરફથી મોટી ચોકડી તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તારાપુર મોટી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી. 672 ક્વાર્ટર દારૂની બોટલો મળી કારની તલાશી દરમિયાન પોલીસને અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 672 ક્વાર્ટર બોટલો મળી આવી હતી. જેમાં Globus Green Spirits Premium Whiskyની 180 મિલીની 192 બોટલની કિંમત ₹28,800 અને Black Jaguar Premium Whiskyની 180 મિલીની 480 બોટલની કિંમત ₹72,000 મળી કુલ ₹1,00,800નો દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ₹2 લાખની હ્યુન્ડાઈ વરના કાર અને ₹10 હજારના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ, પોલીસે કુલ ₹3,10,800નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના બે શખ્સોની ધરપકડ પોલીસે આ મામલે ભાવનગરના રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા (રહે. વારાહી સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગર) અને સુરેશભાઈ કાળુભાઈ દિહોરા (રહે. નારેશ્વર સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગર)ની ધરપકડ કરી છે. દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તારાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર સહિતની કોઈપણ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ ચલાવનાર તત્વો સામે ઝીરો ટોલરેન્સ નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Trump's Stake In Nvidia Rose To $62 Million In August-End: Report
    Next Article
    Ground Report | સમાજના મંચથી 2027નો સંદેશ ! | આંખોમાં વતન છોડવાનું દર્દ! | દક્ષિણમાં વાવાઝોડું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment