Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે 1 નવેમ્બરે ધર્મસભા:સત્ય સિદ્ધાંત સમિતિ કરશે મનોમંથન; 5000થી વધુ સંતો-હરિભક્તો મૂળ સિદ્ધાંતોના જતન કાજે એકઠા થશે

    1 day ago

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળ સિદ્ધાંતો, બંધારણ અને પરંપરાના જતનને લઈને ફરી એકવાર વિરોધનો સૂર બુલંદ બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સંતોના વિવાદિત નિવેદનો અને આચરણના કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા સંપ્રદાયની ગરિમા પુનઃ સ્થાપિત કરવા સુરતમાં મોટો નિર્ણય લેવાયો છે. ‘સત્ય સિદ્ધાંત સમિતિ’ દ્વારા આગામી દિવસોમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 5000 કરતાં વધુ સંતો-મહંતો અને અગ્રણી હરિભક્તો એકત્ર થઈ સંપ્રદાયના શુદ્ધિકરણ અંગે ગંભીર મનોમંથન કરશે. વિવાદો વચ્ચે મૂળ સિદ્ધાંતો અને બંધારણ બચાવવાની કવાયત છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુ-સંતોના વિવાદાસ્પદ વલણ, નિવેદનો અને આચરણને કારણે ભારે વિવાદો સર્જાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો, મૂળ બંધારણ તેમજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલી આચારસંહિતા ‘શિક્ષાપત્રી’ના આદેશોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી આ ધર્મસભા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. સત્ય સિદ્ધાંત સમિતિનું માનવું છે કે સંપ્રદાયની ધાર્મિક અને નૈતિક પરંપરા જળવાઈ રહે તે માટે હવે આત્મમંથન અનિવાર્ય બની ગયું છે. 25-30 વર્ષના મનસ્વી વહીવટ સામે અવાજ ઉઠાવાશે સમિતિ અને સત્સંગી વર્ગમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે, છેલ્લા 25થી 30 વર્ષ દરમિયાન સંપ્રદાયમાં કેટલાક સ્થાનો પર અહંકારી અને મનસ્વી વહીવટના કારણે મૂળ વ્યવસ્થા અને પરંપરા કથળી છે. સત્તા અને વહીવટી વર્ચસ્વના કારણે સાચા સિદ્ધાંતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાંથી સંપ્રદાયને બહાર લાવવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે ધર્મસભામાં બંધારણીય સુધારા તેમજ સંતોના આચાર-વિચાર પર ખુલ્લી ચર્ચા થશે. શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવનના આધારે આત્મમંથન આ ધર્મસભા માત્ર એક ઔપચારિક બેઠક નહીં રહે, પરંતુ તેમાં સંપ્રદાયના પાયારૂપ ધર્મગ્રંથો એવા ‘શિક્ષાપત્રી’, ‘વચનામૃત’ અને ‘સત્સંગી જીવન’ના આદર્શોને કેન્દ્રમાં રાખીને મનોમંથન કરવામાં આવશે. આ ગ્રંથોમાં દર્શાવેલા નિયમો, સંત-ધર્મ અને ભક્ત-ધર્મના માપદંડોને વર્તમાન પરિસ્થિતિ સાથે સરખાવીને સંપ્રદાયને ફરીથી શુદ્ધ અને પવિત્ર માર્ગે લઈ જવા માટે મહત્વપૂર્ણ ઠરાવો પણ પસાર કરવામાં આવી શકે છે. સુરત બાદ સમગ્ર ગુજરાતમાં ધર્મસભાનું આયોજન થશે સત્ય સિદ્ધાંત સમિતિના જણાવ્યા મુજબ, શુદ્ધિકરણ અને જાગૃતિનું આ અભિયાન માત્ર સુરત પૂરતું સીમિત નહીં રહે. સુરત ખાતે યોજાનારી આ ધર્મસભા બાદ રાજ્યના વિવિધ મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રમશઃ આવી સભાઓ યોજવામાં આવશે. ગામડે-ગામડે હરિભક્તોને જાગૃત કરી સંપ્રદાયના મૂળ મૂલ્યોની પુનઃ સ્થાપના કરવાનો રોડમેપ આ સભામાંથી તૈયાર કરવામાં આવશે. 1 નવેમ્બરને રવિવારે સુરતમાં ધર્મસભાઃ કિરણ જોશી જોશી કિરણ ભગવતીપ્રસાદ (સત્ય સિદ્ધાંત સમિતિ)એ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની સુંદરતા કહો, વિશિષ્ટતા કહો, એની દિવ્યતા કહો કે એનો આત્મા કહો, તો એ છે એના બંધારણ, એના સિદ્ધાંત, એના નિયમો જે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલા છે. આ સિદ્ધાંતો, આ બંધારણ, નિયમો એના ઉપર છેલ્લા 25-30 વર્ષથી કુહાડો ઘાત થઈ રહ્યો છે અને જેના કારણે મૂળ સંપ્રદાયના અસ્તિત્વ પર જોખમ આવીને ઊભું છે. તો આવા સમયની અંદર મૂળ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો છે એ સૌ ભેગા મળી અને સત્ય સિદ્ધાંત સમિતિના બેનર હેઠળ ગામોગામ ફરી અને હરિભક્તોને આ સત્ય સિદ્ધાંતોથી વાકેફ કરી રહ્યા છે અને સંપ્રદાયને પુનઃ એના મૂળ માર્ગે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી આગામી 1 નવેમ્બર રવિવારના રોજ સુરત મુકામે ધર્મસભાનું સત્ય સિદ્ધાંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોનું આચરણ કરાવવા પ્રયાસઃ દલપતભાઈ દલપતભાઈ બારૈયાએ જણાવ્યું કે, સત્ય સિદ્ધાંત સમિતિનો મુખ્ય હેતુ એવો છે કે મૂળ સંપ્રદાયના જે આશ્રિતો છે, એના જે ભગવાધારી સાધુઓ છે, તેમણે શ્રીજી મહારાજે સ્થાપિત શાસ્ત્રો છે, જે માન્ય કરેલા શાસ્ત્રો છે, દાખલા તરીકે શિક્ષાપત્રી છે, દેશ વિભાગનો લેખ છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે એમાં જે આદેશો હરિભક્તો માટે આપ્યા છે. સંતો માટે આપ્યા છે, એનું આચરણ કરો. જેનાથી સંપ્રદાય મૂળ સ્થિતિમાં રહે, પૂર્વવત્ રહે, ગરિમાપૂર્ણ રહે, એવા અમારા પ્રયાસો આ સત્ય સિદ્ધાંત સમિતિ દ્વારા અમે કરી રહ્યા છીએ. કલહનો સંપ્રદાય ન બને એવા પ્રયાસો છેલ્લા લગભગ દોઢેક વર્ષથી આ ઝુંબેશ અમે ઉપાડી છે અને દક્ષિણ વિભાગ જે આપણે વડતાલ ગાદી નીચે જે કંઈ ગામડાઓ, જે કંઈ શહેરો આવે છે ત્યાં અમે જઈએ છીએ. ગામડાઓની અંદર, શહેરોની અંદર આવી સભાઓ કરીએ છીએ. હરિભક્તો જાગૃત થાય અને સંગઠન મજબૂત થાય અને સંપ્રદાય જે સ્વામિનારાયણ ભગવાને જે સ્થાપ્યો છે, જે ઓરિજિનલ સંપ્રદાય હતો, એ જ સ્થિતિમાં આ સંપ્રદાય ફરીવાર પાછો પ્રસ્થાપિત થાય એવા આ સમિતિના પ્રયાસો છે. એને માટે હરિભક્તોમાં જાગૃતિ આવે, સંગઠન મજબૂત થાય અને મૂળ સંપ્રદાયમાં જે શાંતિ હોવી જોઈએ. સંક્રાંતિ હોવી જોઈએ એ પરત આવે અને જે કલ્યાણનો સંપ્રદાય શ્રીજી મહારાજે સ્થાપ્યો છે એ કલહનો સંપ્રદાય ન બને એવા આ પ્રયાસો આ સમિતિ દ્વારા થઈ રહ્યા છે. સિદ્ધાંતો પ્રમાણે કોઈ સાધુ કે ટ્રસ્ટીઓ વર્તન કરતા નથી: અરજણભાઇ અરજણભાઇ સુહાગીયા (સત્ય સિદ્ધાંત સમિતિ) એ જણાવ્યું કે, સભાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે જે છેલ્લા 20-25 વર્ષથી જે સંપ્રદાયની અંદર એના રીતિ-નિયમો, રિવાજો, જે સિદ્ધાંતો, બંધારણ એ બધું તૂટી રહ્યું છે અને એ બંધારણ પ્રમાણે કે સિદ્ધાંતો પ્રમાણે કોઈ સાધુ કે ટ્રસ્ટીઓ વર્તન કરતા નથી. તો તેના માટે અમે આજે આ સત્ય સિદ્ધાંત દ્વારા એની જે અમે ઝુંબેશ ઉપાડી છે અને અભિયાન ચાલુ કર્યું છે, તેના માટે અમે આજે સુરત ખાતે આ સભાનું આયોજન કરેલું છે. 'સંસ્થાના નામથી પૈસા ઉઘરાવીને પોતે બનાવેલા ટ્રસ્ટ' જે સાધુઓ પોતાને ગુરુકુળો, મંદિરો, ગૌશાળાઓ, સંસ્કારધામો જે સંસ્થાના નામથી પૈસા ઉઘરાવીને પોતે બનાવેલા છે અને પોતાના ટ્રસ્ટો બનાવેલા છે અને એ સંસ્થાઓ આમ સંસ્થામાં જ ગણાય છે પણ એનો વહીવટ સંસ્થાની બહાર છે, પ્રાઇવેટ કરે છે, પોતાની મનમાનીથી કરે છે. તો અમે એ બધા સાધુઓને વિનંતી કરીએ છીએ કે તમે મૂળ સંસ્થાઓમાં આવી જાઓ. જે સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની સંસ્થા બનાવી છે, એમાં તમે આવી અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આવો, એમાં રહો, એમાં આવીને ભજન-ભક્તિ કરો. જે ભગવાને બનાવી છે આપણી પ્રણાલિકા, જે પરંપરા એ આપણે બધા સાથે મળી અને પાછી હતી એવી સ્થિતિમાં આપણે લાવીએ. 'ભગવાનનો માર્ગ છોડીને ભટકી ગયા' અત્યારે લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે તમે જો ઑનલાઇનમાં ખોલશો તો લગભગ 500-600 પ્રાઇવેટ ટ્રસ્ટો સાધુઓના નામે છે. તો આ સાધુઓ અત્યારે અહીં સંપ્રદાયની અંદર ભગવાન ભજવા આવ્યા હતા અને એના બદલે અલગ-અલગ ટ્રસ્ટો બનાવીને પોતાની સંસ્થાઓ બનાવે છે, તો અમે એમને વિનંતી કરીએ છીએ કે આ બધું છોડી દો. તમે આજે ભટક્યા છો, ભગવાનનો માર્ગ છોડીને ભટકી ગયા છો, તો અમે વિનંતી કરીએ કે તમે ભગવાનના માર્ગ ઉપર આવો અને તમે જે બધું તમારું છે—સંસ્થાઓ છે, ટ્રસ્ટ છે, તમારું બેંક બેલેન્સ છે એ બધું દેવને તાબે કરો, દેવમાં જમા કરાવો અને સંસ્થામાં આવીને ભગવાનનું ભજન કરો. 'ભગવાને કીધું છે એ તમે છોડી દીધું' અમે તમને વિનંતી કરીએ, નહીંતર પછી અમારા હરિભક્તોમાં અત્યારે જાગૃતિ આવી ગઈ છે. તો જો તમે નહીં સમજો, ટ્રસ્ટીઓ નહીં સમજે તો પછી હરિભક્તોએ આ પ્રશ્ન ઉપાડવો પડશે, એના માટે અમે આ ભેગા થયા છીએ. તો અમે બધા સાધુઓને વિનંતી કરીએ છીએ, લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તમામ સાધુઓને અમે વિનંતી કરવા માગીએ છીએ કે તમે જેને માટે અહીં આવ્યા છો એ કરો. જે ભગવાને ના પાડી છે એ તમે બધું પકડી લીધું છે અને ભગવાને કીધું છે એ તમે છોડી દીધું છે. તો અમારી તમને વિનંતી છે કે તમે આ સંપ્રદાયની અંદર એના નીતિ-નિયમો, એના બંધારણ, એના સિદ્ધાંતોમાં આવી અને બંધારણમાં રહીને તમે ભગવાનની ભજન-ભક્તિ કરો. એ જ અમારી તમને વિનંતી છે અને એ માટે જ અમે તમને ખાસ-ખાસ હજી વળી-વળીને કહીએ છીએ કે તમે આજે જ સુધારો કરી નાખો, સુધરી જાઓ અને સંપ્રદાયની અંદર આવી જાઓ.
    Click here to Read More
    Previous Article
    મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- મોદી શું, મોદીનો બાપ પણ જશે:પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં 'મોદી નહીં જાય' કહેનાર શખ્સને માર્યો, ભાજપે કહ્યું- ખડગેની ભાષા ગુંડા-બદમાશો જેવી
    Next Article
    એક ક્લિક અને લાખોની છેતરપિંડી:M-પરિવહનની નકલી લિંક મોકલી આસિસ્ટન્ટ મેનેજર સાથે 7.54 લાખની સાયબર ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment