Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસ 1થી 4 સુધીના કર્મચારીઓને નિવૃત્તી બાદ પણ પુનઃનિયુક્તિ:AMC સંલગ્ન સંસ્થાઓમાં 1 લાખ સુધીનો પગાર ચૂકવાય છે, પ્રમોશન અટવાયા; કોંગ્રેસ પ્રવક્તાની RTIમાં ખુલાસો

    12 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિવિધ સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત નોકરી પર રાખવામાં આવતા હોય છે. વર્ગ 1થી લઈ 4 સુધીના કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ પણ પુનઃનિયુક્તિ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં નિવૃત્તિ બાદ પણ મહત્વના હોદ્દા પર કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને માસિક પગાર રૂ. 12,000થી લઈને 2,01,314 રૂપિયા સુધીનો ચૂકવવામાં આવે છે. નિવૃત્તી બાદ પણ ફરી નોકરીમાં રખાયાનો RTIમાં ખુલાસો શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અતિક સૈયદે કરેલી RTIના જવાબમાં રિવરફ્રન્ટ, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, એએમસી-મેટ અને સ્કૂલ બોર્ડ સહિતની સંસ્થાઓમાં નિવૃત્ત થયા બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. AMC ચીફ જનરલ મેનેજરને 2 લાખ પગાર ચૂકવે છે આરટીઆઈમાં સામે આવેલી વિગતો મુજબ સાબરમતી રિવરફ્રન્ટમાં જગદીશ પટેલ ચીફ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમને 2,01,314 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે દિપક નાયક ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે 64,028 રૂપિયા માસિક પગાર મેળવે છે. આ નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિ કરાઈ એસવીપી હોસ્પિટલમાં સિનીયર ક્લાર્ક, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને ફાયર ઓફિસર તરીકે નિવૃત્ત કર્મચારીઓની કામગીરીની વિગતો સામે આવી છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ડો. દીપ્તિ શાહ ડીન તરીકેની ફરજ બજાવે છે. એએમસી-મેટમાં ભરત પટેલ સી.ઓ.એસ. અને હિરેન વ્હોરા એક્ઝિક્યુટિવ ઓફિસર સહિતના નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિ કરાયા છે. નગરી હોસ્પિટલમાં ભવાસિંહ બારીયા સેક્રેટરી, જ્યારે એલ.જી. હોસ્પિટલમાં મંજરી બેન કનિકટર ફિઝિયોથેરાપિસ્ટ, એન.એચ.એલ. મેડિકલ કોલેજમાં ડૉ. વિનોદ અગ્રવાલ પ્રોફેસર અને ડૉ. દીપા બેન્કર વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે સ્કૂલ બોર્ડમાં ડૉ. લખધીર દેસાઈ શાસનાધિકારી તરીકે ફરજ બજાવે છે. નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપાઈ શેઠ એમ.જે. પુસ્તકાલયમાં નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપીને તેમની મુદ્દત લંબાવવામાં આવી હોવાની વિગતો પણ આરટીઆઈના જવાબમાં સામે આવી છે. અશોકકુમાર વર્મા મશીન ઓપરેટરનો કોન્ટ્રાક્ટ 04-06-2019થી 06-03-2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. તેમનો માસિક પગાર રૂ. 12,000થી વધારીને રૂ. 16,000 કરાયો હતો. રમેશ એમ. ચૌહાણ પટાવાળાનો કોન્ટ્રાક્ટ 14-10-2024થી 13-10-2025 સુધી લંબાવવામાં આવ્યો હતો અને તેમનો માસિક પગાર રૂ. 11,000થી વધારીને રૂ. 13,000 કરાયો હતો. જ્યારે સંજય એન. શાહ એટેન્ડન્ટ લાઇબ્રેરી - સેક્રેટરી ઓફિસ AMC ફાળવણી તરીકે 18,200 રૂપિયા માસિક પગાર પર રાખવામાં આવ્યા હતા. પુનઃનિયુક્તિ કરાતા પ્રમોશન અટકાયાનો આક્ષેપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-1થી વર્ગ-4 સુધીની જગ્યાઓમાં નિવૃત્તિ બાદ પણ પુનઃનિયુક્તિ કરવામાં આવતા અધિકારીઓના પ્રમોશન પણ કરવામાં આવતા નથી, જેથી હવે નિવૃત્તિ બાદ કોઈપણ અધિકારી કે કર્મચારીને ફરી નિયુક્ત ન કરવામાં આવે એવી માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જન્મદિવસ નિમિતે ‘સેવા સંકલ્પ અભિયાન’:ભાવનગરમાં નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં 5000 લાભાર્થીઓ સાથે દીવડા પ્રગટાવાશે; બોરતળાવ ખાતે શહેર કક્ષાનો કાર્યક્રમ
    Next Article
    'સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડો':મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું- 'વિકાસકામોમાં બેદરકારી નહીં ચાલે, સમયસર કામ પૂરું ન કરનારા સામે પગલાં લેવાશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment