Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા પ્રીમિયર લીગ ક્વોલિફાયર-1:એ ફોર પાવર સ્ટ્રાઈકર્સનો અલેમ્બિક વોરિયર્સ સામે 37 રને ભવ્ય વિજય, સીધો ફાઇનલમાં પ્રવેશ, હર્ષ દેસાઈએ 48 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ્સ રમી

    2 days ago

    વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બરોડા પ્રીમિયર લીગની ક્વોલિફાયર-1 મેચમાં એ ફોર પાવર સ્ટ્રાઈકર્સે અલેમ્બિક વોરિયર્સને 37 રને પરાજય આપી સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સર્વાંગી પ્રદર્શન કરતાં એ ફોર પાવર સ્ટ્રાઈકર્સે સમગ્ર મેચ દરમિયાન પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં એ ફોર પાવર સ્ટ્રાઈકર્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 196 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં હર્ષ દેસાઈએ 48 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેમને પરિક્ષિત પાટીદારનો સારો સાથ મળ્યો હતો. પરિક્ષિતે 27 બોલમાં 42 રન ફટકાર્યા હતા, જેમાં 3 છગ્ગા સામેલ હતા. મધ્યક્રમમાં વિષ્ણુ સોલંકીએ 13 બોલમાં 19 રન અને દિવ્યાંશુ દેસાઈએ 10 બોલમાં 19 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરોમાં ટીમે ઝડપી રન ઉમેરતા 196 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. અલેમ્બિક વોરિયર્સ તરફથી લક્ષિત ટોકસિયાએ 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી, જ્યારે સફવાન પટેલે 2 વિકેટ અને પ્રસૂન જંગીડે 1 વિકેટ મેળવી હતી. 197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અલેમ્બિક વોરિયર્સની ટીમ 18.4 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ હતી. શરૂઆતમાં લક્ષ્યજીત પડિયારે 12 બોલમાં 20 રન અને ધ્રુવ એન. પટેલે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. અનંત ભરવાડે 17 બોલમાં 22 રન અને રાજવીર જાધવે 21 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. મધ્યક્રમમાં ઉત્સવ ચૌધરીએ માત્ર 11 બોલમાં 30 રનની આક્રમક ઇનિંગ્સ રમી મેચમાં લડત જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય બેટ્સમેનો તરફથી પૂરતો સાથ મળ્યો નહોતો. એ ફોર પાવર સ્ટ્રાઈકર્સના બોલરોમાં કેયુર કાળેએ 4 ઓવરમાં 33 રન આપી 4 વિકેટ ઝડપી હતી અને મેચનો સૌથી સફળ બોલર સાબિત થયો હતો. રામ ભરવાડે 3.4 ઓવરમાં 21 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે માનન સોલંકી અને શ્લોક દેસાઈએ 1-1 વિકેટ મેળવી હતી. આ રીતે એ ફોર પાવર સ્ટ્રાઈકર્સે 37 રને જીત નોંધાવી સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે અલેમ્બિક વોરિયર્સને હવે ફાઇનલમાં પહોંચવા માટે બીજી તક મળશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારનું એકંદર માળખું હજુ પણ સકારાત્મક:તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં શેરબજાર
    Next Article
    'ક્યાં જઈને શોધીએ મારા ચેલૈયા કુંવર':અધૂરા સપના અને ક્યારેય ન પૂરાયેલી ખોટ વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશનું સ્થળ ફરી એકવાર ડૂસકાં અને ચીસોથી ધણધણ્યું, જુઓ વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment