Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાભરનારની સંખ્યામાં ઉછાળો‎:મોરબીમાં વેરા વસૂલાતમાં તંત્રનું આકરું વલણ ફળ્યું, 1 વર્ષમાં રૂ.37 કરોડની વસૂલાત, પાલિકા સમય કરતા 3 ગણી આવક

    9 hours ago

    મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં તબદીલ થયા બાદથી જાણે વેરા વસુલાત બાબતમાં તંત્રના આકરા વલણના લોકોને દર્શન થયા છે. મનપા દ્વારા વર્ષની શરૂઆતથી વેરો ભરવા માટે નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત વર્ષ દરમિયાન પણ લાંબા સમય થી વેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવા, રહેણાંક મિલકતના ગટર અને નળ કનેક્શન કાપવા સહિતના આકરા નિર્ણય લેવામાં આવતા વેરા ભરનાર ની સંખ્યા ઝબરો ઉછાળો જોવા મળ્યો છે. મોરબી મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 ના અંત સુધીમાં 37 કરોડ જેટલી માતબર રકમનો મિલકત વેરો વસુલ કર્યો હતો, મૂળ શહેરી વિસ્તાર અને નવા ભળેલા વિસ્તારમાં મુજબ થયેલી આવક જોઈએ તો સીટી વિસ્તારમાંથી મનપાને 34 કરોડ જયારે ભળેલા વિસ્તારમાં થી 3 કરોડ આસપાસ આવક થઇ છે. જોકે મનપામાં નોંધાયેલી મિલકતની સરખામણીમાં માત્ર 50 ટકા જેટલી વસુલાત થઇ શકી છે મોરબી મનપા વિસ્તારમાં હાલ 93 કરોડ જેટલી મિલકત નોંધાયેલી છે તે મુજબ 80 કરોડ આસપાસ વેરા વસુલાત કરવાની રહેતી હતી જોકે હાલ 39 હજાર મિલકત ધારકો વેરો ભરવા પહોચ્યા હતા આજની સ્થિતિએ હજુ પણ 54 હજાર મિલકત ધારકો વેરો ભરવા પહોચ્યા નથી જેના કારણે મનપાને રૂ 43 કરોડ જેટલી આવક થઇ નથી આગામી દિવસમાં મનપા દ્વારા આવા બાકી વેરા ન ભરનારને ફરી નોટીસ મોકલવામાં આવશે અને હવે બાકી વેરો પેનલ્ટી સાથે ભરવો પડશે આ રકમ વર્ષ 2025-26 ના વર્ષ કરતા લગભગ સાડા તેર કરોડ જેટલી વધારે રકમ છે. ગત વર્ષે એપ્રિલના અંત સુધીમાં મનપાને રૂ 23.43 કરોડની મિલકત વેરા પેટે આવક થઈ હતી અને વર્ષ 2024-25 કરતા તો ત્રણ ગણી વસુલાત થી છે મોરબી નગર પાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે વર્ષ 2023 -24ની કુલ વાર્ષિક આવક 12 કરોડ આસપાસ હતી આમ મોરબી મનપાને ત્રણ વર્ષમાં આવકમાં ત્રણ ગણો વધારો થયો છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વે રો ભરનારની સંખ્યા ત્રણ વર્ષમાં 30 હજાર થી વધી 39 હજાર થઈ મોરબી મહાનગર પાલિકા બન્યા બાદથી વેરા વસુલાતની સંખ્યા સતત વધી છે ત્રણ વર્ષમાં વેરા ભરનારની સંખ્યા વધારો થયો છે વર્ષ 2023-24 માં મોરબીમાં કુલ 30 હજાર મિલકત ધારકોએ વેરો ભર્યો હતો 2024-25માં તે સંખ્યા વધીને 36 હજાર થઇ હતી આ વર્ષ માં એટલે કે 2025- 26 માં 39 હજાર થી પણ વધારે થઇ છે આમ મોરબી મનપામાં બે વર્ષની સરખામણીમાં વેરો ભરનારની સંખ્યામાં 9 હજાર આસમીનો વધારો થયો છે. વેરાની રકમ, વેરો ભરનાર બન્ને વધ્યા હવે મનપા પર સુવિધા પૂરી પાડવાની અપેક્ષા વધશે મોરબી મનપા બન્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે જેના કારણે વેરો ભરનાર અને વેરાની રકમ બન્નેમાં ઉછાળો આવ્યો છે મનપામાં વેરો ભરનારની સંખ્યા વધતા હવે લોકો પાણી,ભૂગર્ભલાઈન સફાઈ, સ્ટ્રીટલાઈટ ઉપરાંત સારા રોડ રસ્તા સહિતની સુવિધાઓ માં વધારો થાય તેવી અપેક્ષા રાખશે ત્યારે હવે મહાનગર પાલિકાના કમિશ્નર અને તેની આખી ટીમ પર લોકોની અપેક્ષા મુજબ સુવિધામાં વધારો થાય તેવી આશા સેવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Manipur: 9 of 11 relief camps in Kakching shut, families moved to new houses
    Next Article
    Congress like political vulture waiting for gain even amid global crisis: PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment