Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 1 વાગ્યા સુધીમાં 34.20 ટકા મતદાન નોંધાયું:ગોધરા નગરપાલિકામાં 33.52 અને શહેરા નગરપાલિકામાં 39.62 ટકા મતદાન

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકો પર ધીમી ગતિએ મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી લડાઈ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 194 બેઠકો પર લડાઈ રહી છે, જેમાં ગોધરા અને શહેરા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીની 31 બેઠકો માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 174 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી અને 148 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં ગોધરા નગરપાલિકાની 44 બેઠકોમાંથી 40 બેઠકો માટે અને શહેરા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 11 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે કુલ 814,576 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે મ્યુનિસિપલ ચૂંટણીમાં 137,696 મતદારો મતદાન કરશે. જિલ્લામાં, મતદાન માટે કુલ 1,147 મતદાન મથકો (જિલ્લા/તાલુકા પંચાયતો માટે) અને 141 મતદાન મથકો (નગરપાલિકાઓ માટે) સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંત સિંહ પરમારે તેમના પરિવાર સાથે મતદાન કર્યું. તેમણે આજના મતદાનને એક ઐતિહાસિક ઘટના ગણાવી. સાંસદ ડૉ. જસવંત સિંહના પુત્ર ડૉ. મંથન પરમારે પણ પહેલી વાર મતદાન કર્યું. તેમણે યુવાનોને મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડવાની અપીલ કરી. તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બપોરના 1 વાગ્યા સુધીમાં 33.15% મતદાન:કપરાડા-ધરમપુર તાલુકાઓમાં સૌથી વધુ; વાપી મનપા કોંગ્રેસ-ભાજપના ઉમેવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી
    Next Article
    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન:ક્યાંક કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ, તો ક્યાંક મતદાનનો બહિષ્કાર; એક વાગ્યા સુધીમાં જિ.પં.નું 28.29 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment