Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 ઓક્ટોબરથી ગુજરાતના તમામ 31 જિલ્લામાં ESICનો વિસ્તાર:1.20 કરોડ લોકોને મળશે આરોગ્ય સુરક્ષા, 8થી 10 લાખ નવા શ્રમિકો જોડાશે

    1 day ago

    ગુજરાતમાં શ્રમિકો અને તેમના પરિવારોને સામાજિક સુરક્ષા અને આરોગ્ય સેવાઓ આપતી ESIC યોજનાનો 1 ઓક્ટોબર, 2026થી રાજ્યના તમામ 31 જિલ્લાઓમાં વિસ્તૃત અમલ થશે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ કેન્દ્ર સરકારના 25 સપ્ટેમ્બર, 2026ના જાહેરનામા બાદ રાજ્યના 16 આંશિક અમલીકૃત અને 15 બિનઅમલીકૃત જિલ્લાઓમાં પણ ESICનો અમલ થશે. 8થી 10 લાખ નવા શ્રમિકો યોજનામાં જોડાશે હાલ ગુજરાતમાં 21,68,270 કામદારો ESIC હેઠળ નોંધાયેલા છે અને તેમના પરિવારજનો સહિત આશરે 84 લાખ લાભાર્થીઓને આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ મળી રહ્યો છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં યોજના લાગુ થતાં અંદાજે 8થી 10 લાખ નવા શ્રમિકો જોડાશે. પરિણામે ESIC હેઠળ નોંધાયેલા કામદારોની સંખ્યા આશરે 32 લાખ થશે અને શ્રમિકો તથા તેમના પરિવારજનો સહિત કુલ 1.20 કરોડ નાગરિકોને યોજનાનો લાભ મળવાની શક્યતા છે. કેશલેસ સારવારથી માંડીને પ્રસૂતિ અને અપંગતા સહાય ESIC હેઠળ પાત્ર શ્રમિકો અને તેમના પરિવારજનોને કેશલેસ સારવાર ઉપરાંત માંદગી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ અને અપંગતા સહાય સહિતની સામાજિક સુરક્ષા સેવાઓ મળશે. હાલ રાજ્યમાં 103 ESIC ડિસ્પેન્સરી અને 11 ESIC/ESIS હોસ્પિટલ કાર્યરત છે. શ્રમિકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 234 CHC અને PHC પણ એમ્પેનલ કરવામાં આવ્યા છે. સાણંદમાં 350 બેડની હોસ્પિટલ, કલોલ-ગાંધીનગરમાં 150 બેડ રાજ્યમાં ESICની આરોગ્ય સુવિધાઓ વધારવા માટે સાણંદમાં 350 બેડની હોસ્પિટલ અને કલોલ-ગાંધીનગરમાં 150 બેડની હોસ્પિટલનું કામ પ્રગતિ હેઠળ છે. હાલોલ-પંચમહાલ અને સાવલી-વડોદરા ખાતે 100-100 બેડની હોસ્પિટલ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી ESIC હોસ્પિટલ શરૂ કરવા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. અમદાવાદમાં મેડિકલ કોલેજ શરૂ, સુરતની પ્રક્રિયા ચાલુ અમદાવાદમાં ESIC મેડિકલ કોલેજ કાર્યરત થઈ ગઈ છે, જ્યારે સુરતમાં નવી ESIC મેડિકલ કોલેજ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે મહિનામાં શ્રમિકોને નજીકમાં સારવાર મળી રહે તે માટે 13 સરકારી અને 55 ખાનગી મળીને કુલ 68 હોસ્પિટલોને ESICની પેનલમાં સામેલ કરવામાં આવી છે. PM-JAY હેઠળની 900 ખાનગી અને 1,127 સરકારી હોસ્પિટલોમાં પણ પાત્ર શ્રમિકોને કેશલેસ સારવારનો લાભ મળશે. રાજકોટમાં ESICની નવી SRO કચેરીને મંજૂરી સૌરાષ્ટ્રના શ્રમિકોને વહીવટી કામ માટે અમદાવાદ સુધી ન આવવું પડે તે માટે રાજકોટ ખાતે નવી ESIC Sub-Regional Office (SRO) ને મંજૂરી આપવામાં આવી છે. આ કચેરી શરૂ થતાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓના વહીવટી કામકાજ, યોગદાન અને ક્લેઈમ સંબંધિત કામગીરી સ્થાનિક સ્તરે ઝડપી બનશે. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ESICના સંકલિત પ્રયાસોથી રાજ્યમાં શ્રમિકો માટે આરોગ્ય અને સામાજિક સુરક્ષાનું કવચ વધુ વિસ્તૃત બનશે.
    Click here to Read More
    Previous Article
    વાહનચલાવવા બાબતે જાહેરમાં મારામારી:ચાર શખસોએ ભેગા મળી યુવકને પટાથી માર માર્યો, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
    Next Article
    ટ્રેનમાં ભુલાયેલું ₹60 હજારનું લેપટોપ બેગ TTE એ પરત અપાવ્યું:ભાવનગર ડિવિઝનના TTE ની સતર્કતાથી જૂનાગઢના મુસાફરને સામાન મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment