Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયર્લેન્ડે ભારતને ક્લીનસ્વીપ કર્યું:બીજી મેચ 1 રને જીતી, ઈન્ડિયાને પહેલીવાર કોઈ સિરીઝમાં પરાજય આપ્યો; ભારતે 3 વર્ષ પછી સિરીઝ ગુમાવી

    1 day ago

    આયર્લેન્ડે ઇતિહાસ રચતા પહેલીવાર ભારતને T20 સિરીઝમાં હરાવ્યું છે. બેલફાસ્ટમાં રમાયેલી બીજી T20 મેચમાં યજમાન ટીમે ભારતને 1 રનથી હરાવીને 2-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી. આ સાથે જ ભારતીય ટીમને લગભગ ત્રણ વર્ષ પછી T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા વર્ષ 2023માં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 3-2થી હરાવ્યું હતું. આયર્લેન્ડ તરફથી ચોથી વિકેટ માટે ટેક્ટર અને બેન્જામિન કેલિટ્ઝે ફિફ્ટીની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી. બેલફાસ્ટમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. વૈભવ સૂર્યવંશીને ફરી ડેબ્યૂ કરવાની તક ન મળી, જ્યારે સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવે T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    18 years of tiger reintroduction in Sariska: Centre flags priority intervention need in 25 of 58 tiger reserves with low, absent tigers
    Next Article
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર:ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીતની ફિફ્ટી કામ ન આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment