Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજી વાર આગની ઘટના:ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં એકાએક ધુમાડા નીકળતા વેપારીઓના શ્વાસ અધ્ધર, ફાયરની પાંચથી વધુ ગાડીઓએ આગ કાબૂમાં લીધી

    4 days ago

    સુરત શહેરના ધમધમતા રીંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'કપૂર લહેંગા, શૂટ અને સાડી' નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માતને કારણે અચાનક આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકો અને વેપારીઓએ એકઠા થઈને લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. નજીકના ત્રણ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. 23 દિવસમાં બીજી વખત આગની ઘટના નોંધનીય છે કે, બરાબર 23 દિવસ પહેલા પણ આ જ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે માર્કેટના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. માર્કેટમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીની અમલવારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠારવાની અને 'કુલિંગ' કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    How a white knight chess piece on Day 1 of her birth, kickstarted chess for Anna Muzychuk
    Next Article
    Millionaire’s route: How seven youngsters battled the odds to arrive at the theatre of dreams, the IPL

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment