Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્યુરિટી ગાર્ડે જ 1 લાખની એન્ટિક ખુરશી ચોરી ભંગારમાં વેચી:2019થી અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાં રખાઈ હતી, વોચમેને પૈસાની લાલચમાં ઊઠાંતરી કરી

    8 hours ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાંથી 1 લાખ રૂપિયાની કિંમતની જર્મન સિલ્વરથી સજ્જ કિંમતી એન્ટિક ખુરશીની ચોરી થવાની ઘટના સામે આવી છે. ફ્લેટની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડે જ આ મોંઘીદાટ ખુરશીની ચોરી કરીને તેને ભંગારમાં વેચી મારી હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ભોગ બનનાર માલિકે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 2019માં ખરીદેલી 1 લાખની કિંમતી એન્ટિક ખુરશી કોમન એરિયામાં રખાઈ હતી શહેરના કારેલીબાગ સ્થિત શીલ રેસિડન્સીમાં રહેતા અરવિંદભાઈ મોરારભાઈ પંડ્યાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2019 માં આશરે 1 લાખ રૂપિયાના ખર્ચે જર્મન સિલ્વરની આકર્ષક એન્ટિક ખુરશી ખરીદી હતી. આ કિંમતી ખુરશી સમા વિસ્તારમાં આવેલા તેમના અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાં સાચવીને મૂકવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડે ખુરશી ચોરીને ભંગારમાં વેચી હોવાનો પર્દાફાશ ગત 14 એપ્રિલ 2026 ના રોજ સવારે 10 વાગ્યાના સુમારે ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મનોજ ખાતુભાઈ વણકર આ ખુરશી ઉઠાવી ગયો હતો. બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડે આ કિંમતી એન્ટિક ખુરશી બારોબાર ભંગારના વેપારીને વેચી દીધી હતી. રક્ષક જ ભક્ષક બન્યાની આ ઘટનાને લઈને ફ્લેટના રહીશોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હરણી પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા આ સમગ્ર મામલે અરવિંદભાઈની ફરિયાદના આધારે હરણી પોલીસે સિક્યુરિટી ગાર્ડ મનોજ ખાતુભાઈ વણકર વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરવા સહિત ચોરી કરાયેલી 1 લાખની કિંમતી ખુરશી કયા ભંગારના ડેલામાં વેચવામાં આવી છે અને આ ચોરીના ષડયંત્રમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    DIY Idea: घर में पड़ी खाली कांच की बोतलों से बनाएं स्टाइलिश पेवर्स, बगीचे की बढ़ जाएगी खूबसूरती
    Next Article
    રાજકોટમાં સિટી બસ ચાલકની ગંભીર બેદરકારી:કેવડાવાડી મેઈન રોડ પર પાર્ક કરેલું ટુ-વ્હીલર અડફેટે લઇ યોગ્ય રીતે પાર્ક નહીં થયાનો કર્યો બચાવ, ઘટનાના CCTV સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment