Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કરોડ આપ તો જ ડિવોર્સ પેપર પર સહી થશે:લખનઉ દિવ્યા મિશ્રા મર્ડર કેસમાં નવો ટ્વિસ્ટ, 2018માં લગ્ન, છૂટાછેડા માટે દિવ્યા 1 કરોડ માંગતી, તણાવમાં રહેતા પતિએ પતાવી દીધી

    1 day ago

    લખનઉ દિવ્યા મિશ્રા મર્ડર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી હતી તે મુજબ દિવ્યા મિશ્રા અને તેના પતિ માનસ વાજપેયી વચ્ચે વિવાદ હતો. મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે માનસે દિવ્યાને બેંકની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી. પછી પોતાના ઘરે પહોંચ્યો અને ત્યાં માનસિક રીતે પોતાની બીમાર બહેનને પણ મારી નાખી અને તે પછી માનસે પોતાને ગોળી મારી લીધી. આ ડબલ મર્ડર અને સુસાઈડ કેસને લઈને લખનઉમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મામલાની તપાસમાં લાગી છે. હવે આ કેસમાં નવો વળાંક છૂટાછેડા માટે એક કરોડ રૂપિયાની માંગણીના રૂપમાં સામે આવ્યો છે. એક કરોડ રૂપિયાની માગતી હતી સામે આવેલી માહિતી અનુસાર, છૂટાછેડા દરમિયાન દિવ્યા દ્વારા લગભગ 1 કરોડ રૂપિયા વળતરની માંગ કરવામાં આવી હતી. આવો દાવો કરવામાં આવ્યો છે. ભરણપોષણ માટે મસમોટી રકમ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. છૂટાછેડા અને આર્થિક વિવાદને લઈને પતિ-પત્ની વચ્ચે તણાવ હતો. દિવ્યાની દ્વારા 1 કરોડ જેટલી મોટી રકમની માંગણીને કારણે માનસ સતત તણાવમાં રહેતો હતો. અને આ જ કારણે તેણે દિવ્યાની હત્યા કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આર્થિક વિવાદ સહિત તમામ પાસાઓની તપાસ ચાલુ પોલીસને મળેલા દસ્તાવેજોમાં કાનૂની કાર્યવાહી સંબંધિત માહિતી મળી છે. દસ્તાવેજોમાં છૂટાછેડા અને સ્ત્રીધન સંબંધિત પ્રક્રિયાનો પણ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે બે દિવસ પહેલા જ કોર્ટમાં તારીખ હતી, જેના પછી વિવાદ આગળ વધ્યો. હવે 1 કરોડ રૂપિયાની માંગને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આર્થિક વિવાદ સહિત કેસના તમામ પાસાઓની તપાસ ચાલુ છે. માનસિક રીતે બિમાર બહેન બાબતે થતો હતો વિવાદ જણાવવામાં આવ્યું કે દિવ્યા અને માનસ વચ્ચે માનસિક રીતે બિમાર બહેન માટે પણ રોજ ઝઘડા થતા રહેતા હતા. દિવ્યાની હત્યા પછી માનસે પોતાની બહેનની પણ ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ માનસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. દિવ્યા નહોતી ઈચ્છતી કે માનસ બહેનને પોતાની સાથે રાખે સૂત્રો જણાવે છે કે દિવ્યા મિશ્રા નહોતી ઈચ્છતી કે માનસ આખી જીંદગી પોતાની બહેનને પોતાની સાથે રાખે અને તેનું ભરણપોષણ કરે. માનસ અને દિવ્યાની ફેમિલી આગળ વધી શકી નહીં, જેના માટે દિવ્યા બહેનની કન્ડિશન અને માનસના વલણને જવાબદાર માનતી હતી. લખનઉમાં બેંક મેનેજર પત્નીની હત્યાનો VIDEO, SBI ઓફિસર પતિએ કપાળ પર ગોળી મારી દીધી લખનઉમાં બુધવારે બપોરે ICICI બેંકના રિલેશનશિપ મેનેજર દિવ્યા મિશ્રાની તેના પતિ માનસ બાજપેયીએ ગોળી મારીને હત્યા કરી દીધી. ગોમતી નગર જેવા પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન થયેલી હત્યાનો એક્સક્લુઝિવ CCTV દિવ્ય ભાસ્કરે મેળવ્યો છે. ફુટેજમાં દિવ્યા બેંકની અંદર જતી દેખાઈ રહી છે. ગેટ પર પતિ માનસ વાજપેયી પહેલેથી હાજર હતો. તેણે દિવ્યાને રોકી. બંને વચ્ચે કોઈ વાત પર દલીલ થઈ. ત્યારે માનસ, દિવ્યાને મારવા લાગે છે. મારપીટ જોઈને બેંકના ગાર્ડ અને કર્મચારીઓ દિવ્યાને બચાવવા દોડ્યા. આ દરમિયાન માનસે દિવ્યાના કપાળ પર ગોળી મારી દીધી. ગોળી વાગતા જ દિવ્યા રસ્તા પર પડી ગઈ. દહેશતમાં ગાર્ડ અને કર્મચારીઓ પણ પાછળ હટી ગયા. હત્યા બાદ માનસ ત્યાંથી ભાગી ગયો. તે સીધો 2 કિમી દૂર પોતાના ઘરે પહોંચ્યો. જ્યાં તેણે બહેનની પણ હત્યા કરી દીધી અને અંતે પોતાને પણ ગોળી મારી લીધી. માનસ SBIમાં ફિલ્ડ ઓફિસર હતો. ધોળા દિવસે રસ્તા પર માનસે ગોળી મારી ICICI બેંકમાં લાગેલા મોટાભાગના CCTVનો એંગલ અંદરની તરફ છે. માત્ર એક CCTVનો એંગલ બહારની તરફ છે, જેમાં આ ઘટના કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બેંકની બહાર વાહનો અવરજવર કરી રહ્યા છે. રસ્તા પર ભીડ છે. આ બધા વચ્ચે માનસ ઘટનાને અંજામ આપે છે. CCTV મુજબ, દિવ્યા ગુરુવારે બપોરે 12:20 વાગ્યે બેંકની અંદર જઈ રહી હતી. બેંકની બહાર જ માનસ તેને રોકીને મારે છે. 1 મિનિટની અંદર જ ગોળી મારીને ભાગી જાય છે. તેના ગયા પછી બેંકના ગાર્ડ અને અન્ય કર્મચારીઓ દિવ્યા પાસે પહોંચે છે. ટીવી પર મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડી, બહેનને ગોળી મારી, આત્મહત્યા કરી પત્ની દિવ્યાની હત્યા કર્યા પછી માનસે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું. તેમાં લખ્યું હતું- ‘મેં મારી પત્નીની હત્યા કરી દીધી છે, કારણ કે તેણે મને દગો આપ્યો હતો. હવે મારે પોતાને અને મારી બહેનને પણ મારવા છે. તેની (દિવ્યાની) બહેન પ્રજ્ઞા અને તેના (પ્રજ્ઞાના) પતિ ભરત યાદવને બધું જ ખબર છે.’ માનસે તેની બહેનને પણ ગોળી મારી દીધી. તેણે ઘરમાં ટીવી પર મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડી હતી, જેથી ગોળીનો અવાજ બહાર ન જાય. તેની બહેન માનસિક રીતે બીમાર હતી. તેની સારવાર ચાલી રહી હતી. માનસને ડર હતો કે તેના મૃત્યુ પછી બહેનની સંભાળ કોણ રાખશે? આ પછી માનસે પોતાને પણ ગોળી મારી દીધી. બે ગોળી ચાલવાનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડીને પહોંચ્યા અને દરવાજો તોડી નાખ્યો. અંદર ભાઈ-બહેનની લોહીથી લથપથ લાશ પડી હતી. 2018માં દિવ્યાના માનસ સાથે લગ્ન થયા હતા, એક વર્ષ પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી દિવ્યા મિશ્રા (33) યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાની બહેન હતી. દિવ્યાના લગ્ન 2018માં માનસ સાથે થયા હતા.જોકે, બંનેને હજુ કોઈ સંતાન નહોતું. દિવ્યાએ એક વર્ષ પહેલા પતિ માનસ બાજપેયી (35) થી છૂટાછેડા માટે કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ તે આલમબાગના શ્રૃંગાર નગર સ્થિત પોતાના પિયરમાં રહેવા લાગી હતી. થોડા દિવસ પહેલા દિવ્યાએ પારાના બુદ્ધેશ્વરમાં પોતાનું મકાન બનાવ્યું હતું. હાલમાં તે આ જ ઘરમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. દિવ્યાના પિતા સરકારી નોકરીમાંથી નિવૃત્ત છે, જ્યારે માતા ગૃહિણી છે. જ્યારે, પતિ માનસ હુસડિયા ચોકડી પાસે પોતાની બહેન શીબા બાજપેયી (28) સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તે SBIની એન્જિનિયરિંગ કોલેજ બ્રાન્ચમાં ફિલ્ડ ઓફિસર હતો. માનસના પિતા પણ બેંક કર્મચારી હતા. લગભગ 6 વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું. માતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે. દિવ્યાની બહેન પ્રજ્ઞાનો દાવો- માનસ સાયકો હતો બીજી તરફ આ મામલે દિવ્યાની બહેન પ્રજ્ઞા મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે માનસ સાયકો હતો. અહીં સુધી કે ફેમિલી કોર્ટમાં જે કાઉન્સલર હતો, તેની સાથે પણ તેનો ઝઘડો થઈ ચૂક્યો હતો. દિવ્યાના હાથ પર માનસના નામનું ટેટૂ માનસના વર્તનથી દિવ્યા તેનાથી અલગ થઈ. પરંતુ અલગ થયા પછી પણ દિવ્યા સતત તણાવમાં રહેતી હતી. તેના હાથ પર માનસના નામનું ટેટૂ પણ હતું. 2 મહિના પહેલા દિવ્યાનો અકસ્માત થયો હતો, જેમાં તેના પગમાં ઈજા થઈ હતી. પ્રજ્ઞાનો દાવો છે કે અકસ્માત માનસના કારણે થયેલા તણાવને કારણે થયો હતો.
    Click here to Read More
    Previous Article
    UP Board Exam 2027: Class 10, 12 Exam Centre Selection Schedule Out, Check Details
    Next Article
    ચાલુ કામગીરી સમયે હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ:અક્ષરચોકથી અટલાદરા જતા બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, ચાલક સહિત બે વ્યક્તિનો બચાવ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment