Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે શેરબજારમાં 1 કલાક ટ્રેડિંગ:સેન્સેક્સ 200 અંક વધીને 81200 પર પહોંચ્યો, નિફ્ટી લગભગ 40 અંક ઉપર; મેટલ-ફાર્મા શેરોમાં ખરીદી

    16 hours ago

    શેરબજારમાં આજે દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગ થઈ રહ્યું છે. સેન્સેક્સ 200 અંક વધીને 81,200ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 40 અંક ઉપર છે અને તે 25,050 પર પહોંચી ગયો છે. રવિવારની રજા હોવા છતાં યોજાઈ રહેલું વિશેષ ટ્રેડિંગ સેશન 1 કલાકનું હશે. આજના કારોબારમાં મેટલ અને ફાર્મા શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી અને 12 શેરોમાં ઘટાડો છે. સન ફાર્મા અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ છે. જ્યારે ઇન્ડિગો અને ઇન્ફોસિસના શેરો ટોપ લૂઝર્સમાં સામેલ છે. સતત બીજા વર્ષે બપોરે મુહૂર્ત ટ્રેડિંગ, 5 વર્ષથી તેજીનો ટ્રેન્ડ ભારતીય માર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન દરમિયાન થતું હતું. જોકે, ટ્રેડર્સ અને રોકાણકારોની વિનંતી પર ગયા વર્ષથી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ બપોરે 1:45થી 2:45 વાગ્યા સુધી થયું હતું. મુહૂર્ત ટ્રેડિંગમાં છેલ્લા 5 વર્ષથી તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. 10 નવેમ્બરે બજાર બંધ રહેશે મુહૂર્ત ટ્રેડિંગ પછીના દિવસે સોમવાર, એટલે કે 9 નવેમ્બરે બજાર ખુલશે, પરંતુ મંગળવાર, 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદાના કારણે BSE અને NSEમાં કારોબાર થશે નહીં. ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી અને શીખવા માટે છે. ઉપર આપેલાં મંતવ્યો અને સલાહ વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓની છે, ભાસ્કરની નથી. અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં પ્રમાણિત નિષ્ણાતોની સલાહ જરૂર લેવી.
    Click here to Read More
    Previous Article
    Kalpana Patowary Chhath Song: कल्पना पटवारी का बज्जिका छठ गीत रिलीज, रिमझिम बुन्दवा बरसि गेल सुन भक्ति में डूबे फैंस, कहा- जय छठी मईया
    Next Article
    અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો:સાબરમતીથી વેરાવળ જતી ટ્રેન પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો, એક કોચનો કાચ તૂટ્યો, પોલીસ ઘટનાસ્થળે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment