Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના વોર્ડ નં. 1-2માં શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રોની માંગ:50થી 60 હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ, સ્થાનિકોની રજૂઆત

    1 day ago

    ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં આશરે 50થી 60 હજારની વસ્તી હોવા છતાં સરકારી પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી અને આરોગ્ય સેવાઓનો અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંને વોર્ડમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. બંને વોર્ડમાં બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગ મુસ્લિમ સમાજના આગેવાનો અબ્દુલ કામઠી, ઝુબેર પટેલ, ઇમરાન પટેલ, સાદિક લવલી સહિતના આગેવાનોએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે બંને વોર્ડમાં આશરે 100 જેટલી સોસાયટીઓ આવેલી છે. તેમ છતાં નગરપાલિકા સંચાલિત એકપણ પ્રાથમિક શાળા નથી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે અન્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં જવું પડે છે. વોર્ડ નં. 1ના બાળકોને સંતોષી વસાહતની શાળામાં જ્યારે વોર્ડ નં. 2ના બાળકોને ડુંગરી-મદીના હોટલ નજીક આવેલી છીપવાડ શાળામાં અભ્યાસ માટે જવું પડે છે. સ્થાનિકોએ બંને વોર્ડમાં એક-એક એમ બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગ કરી છે. આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા રજૂઆત નાના બાળકો માટે બંને વોર્ડમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ સહિત સ્થાનિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે વોર્ડ નં. 1 અને 2માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની રજૂઆત કરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. શાળાઓ નજીક સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ મદીના હોટલ નજીક આવેલી અંજુમન સ્કૂલ અને છીપવાડ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર તેમજ વાહનોની ઝડપ વધુ રહેતી હોવાથી અકસ્માતનું જોખમ રહેતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આથી બંને શાળાઓ નજીક તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા માટે પણ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    क्या बला है मॉनसून ट्रफ जिसने रोकी बारिश की विदाई, दिल्ली-यूपी से राजस्थान-गुजरात तक बरसात का नया झोंका आएगा
    Next Article
    Ajit Agarkar Set For Unexpected BCCI Exit, 'Thank You' Note Prepared: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment