Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 લાખથી વધુના બાકીદાર 111 ગ્રાહક સામે કાર્યવાહી:રાજકોટમાં બે વીજબિલ બાકી હોય તેવા કનેક્શન કપાયા

    1 week ago

    ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ તાપમાનનો પારો ઊંચકાયો છે, ત્યારે પશ્ચિમ ગુજરાત વીજકંપની (PGVCL) એ બાકી લેણાં વસૂલવા માટે ઉઘરાણી શરૂ કરી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે વહેલી સવારથી જ વીજજોડાણ કાપવાની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. એકલા રાજકોટ શહેરમાં જ આશરે 250 જેટલી વીજ ટુકડીઓએ સવારથી વિવિધ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા અને બે બિલ બાકી હોય તેવા કનેક્શન ધડાધડ કપાયા હતા. PGVCLની આ ઝુંબેશમાં જે ગ્રાહકોના બે કે તેથી વધુ વીજબિલ બાકી છે, તેમના જોડાણો કોઈપણ શેહશરમ વગર કાપી નાખવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પ્ર.નગર, મહિલા કોલેજ, માધાપર અને રૈયા સહિતના તમામ વિસ્તારોમાં ટીમો ત્રાટકી છે. મહત્ત્વનું છે કે, આ વખતે કંપનીએ ‘નો રિકવરી ઓન સ્પોટ’ની નીતિ અપનાવી છે, એટલે કે સ્થળ પર પૈસા ભરીને કનેક્શન બચાવવાની તક પણ આપવામાં આવતી નથી. અગાઉ 25 ફેબ્રુઆરીએ હાથ ધરાયેલી ડ્રાઇવમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 30,857 કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ વખતે પણ અંદાજે 3,000 ટીમ કાર્યરત છે. રાજકોટમાં 50 હજારથી વધુ બાકી લેણાં હોય તેવા 249 અને 1 લાખથી વધુ બાકી હોય તેવા 111 ગ્રાહક સામે લાલ આંખ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં વીજળી કપાતા ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:પૂર્વ કોર્પોરેટર સામે ભાજપની નોટિસનું કંઇ ન ઉપજ્યું, મકવાણાએ કોઇ જવાબ જ ન આપ્યો
    Next Article
    વાડીમાં ઝેર પીવાથી મોતનો કેસ ગરમાયો:રફાળામાં થયેલા સગીરાના શંકાસ્પદ મોતમાં પ્રેમી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધતી પોલીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment