Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરનાં આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું:રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં ફૂડ વિભાગનું 1095 સ્થળે સઘન ચેકિંગ, 96 જગ્યાએથી નમૂના લેવાયા

    1 day ago

    રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડો. નેહલ શુકલ દ્વારા અખાદ્ય પદાર્થોના ચેકીંગ માટેનાં આદેશો અપાયા હતા. મેયરનાં આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મનપાની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1095 નાની-મોટી ખાણીપીણીની પેઢીઓ તથા એકમો પર કડક તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 96 જગ્યાએથી નમૂના લેવાયા છે. તેમજ 26 એકમો સીલ કરી રૂ. 7,27,200નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ ગત 15 જૂનથી શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક મહિના દરમિયાન કુલ 1095 સ્થળો પર રૂબરૂ જઈને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ કરવાની પદ્ધતિ અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારા અથવા સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા 315 ધંધાર્થીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વાસી ગણાતી એવી 5859 કિલો અલગ અલગ પ્રકારની અખાદ્ય સામગ્રીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અસ્વચ્છતા અને નિયમભંગ બદલ ફૂડ શાખાએ એક જ મહિનામાં કુલ રૂ. 7,27,200ની દંડાત્મક પેનલ્ટી વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઝુંબેશ દરમિયાન ગંભીર ખામીઓ ધરાવતી કે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતી 26 જેટલી દુકાનો અને એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે. મનપાની ટીમ દ્વારા 1095 સ્થળોની મુલાકાત પૈકી 96 જેટલી મહત્વની જગ્યાઓ પરથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. વળી, દૂધ ઉપરાંત દૂધની બનાવટોમાં થતી ભેળસેળ અટકાવવા માટે ખાસ 'મિલ્ક ડ્રાઇવ' અંતર્ગત પણ દૂધ અને માવાની બનાવટોના અલગ અલગ સેમ્પલ લેવાયા છે. આ તમામ 96 નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, મનપાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી વચ્ચે કેટલાક મહત્વના પ્રશ્નો પણ સામે આવ્યા છે. આ તપાસમાં નોનવેજનો વેપાર કરતા ધંધાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી એટલે કે આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ રહી છે. ગત 15 જૂનથી ફૂડ શાખા સાચા અર્થમાં એક્શનમાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી શહેરના ચર્ચિત કે મોટા નોનવેજના ધંધાર્થીઓ સામે કોઈ ઉલ્લેખનીય કે દંડનીય કાર્યવાહી કરવામાં આવી નથી તે એક વાસ્તવિકતા છે. મોટાભાગે શાકાહારી આહાર વેચતા ધંધાર્થીઓ પર જ આ સઘન ચેકિંગ કેન્દ્રિત રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ ઉપરાંત, શહેરમાં ધમધમતા મોટા મોલ તેમજ વિશાળ પાયે ફૂડ પાર્સલ બિઝનેસ ઓપરેટ કરતા મોટા પ્લેયર્સ કે ક્લાઉડ કિચનોને ત્યાં ફૂડ શાખાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી નથી. 1095 સ્થળોની તપાસના આંકડા ખૂબ મોટા દેખાતા હોવા છતાં મોટા કોમર્શિયલ મોલ અને ઓનલાઇન સપ્લાય કરતા એકમો તપાસથી વંચિત રહ્યા હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. નાગરિકોની માંગ છે કે ફૂડ શાખા દ્વારા નાના ધંધાર્થીઓ સાથે સાથે નોનવેજના વેપારીઓ, મોટા મોલ અને ફૂડ પાર્સલ બિઝનેસ પર પણ સરખી રીતે કડક નજર રાખવામાં આવે જેથી શહેરીજનોને સંપૂર્ણપણે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર પેટાચૂંટણી પૂર્વે વડોદરા શહેર પોલીસ એલર્ટ:હોટલ અને ગેસ્ટહાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું, શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના
    Next Article
    શરતભંગના 18 કેસમાં રૂ.2.18 કરોડનો દંડ:ખેતીની જમીન પર ગેરકાયદે ધમધમતી તન્ના સ્પોર્ટ્સ એકેડમીને .33.12 લાખની ફટકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment