Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડજથી નારણપુરા જવા એરોમા કોલેજ તરફનો કટ ખોલી દેવાયો:વાહનચાલકોએ 1 કિમી ફરીને નારણપુરા નહીં જવું પડે, રોજ 10 હજારથી વધુ લોકોને ફાયદો

    9 hours ago

    અમદાવાદના વાડજ જંકશન પર ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ વાડજથી નારણપુરા જવા માટેનો બ્રિજન છેડે આવેલો કટ કાયમી બંધ કરી દેવાયો હતો. છેલ્લા બે દિવસથી વાહનચાલકોને નારણપુરા જવા ઉસ્માનપુરા થઇને ફરીને જવું પડતું હતું અને લાંબો ટ્રાફિક થતો હતો. મોડીરાતે પોલીસ અને AMCની ટીમે સંકલન કરીને એરોમા કોલેજ પાસેની કટ ખોલી દીધી છે, જેથી વાહનચાલકો હવે એરોમા કોલેજ થઈને નારણપુરા જઈ શકશે. સ્થાનિકો પણ કટ બંધ થતા કંટાળ્યા હતા 24 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજ ખુલ્લો કરતા વાડજ તરફ નારણપુરા જવાની કટ હતી જે બંધ કરવી પડી હતી, જેથી નારણપુરા જતા વાહન ચાલકોએ ઉસ્માનપુરા સિગ્નલ પર ઊભા રહીને ફરીને જવું પડતું હતું. પોલીસ અને AMCના અધિકારીઓ બેઠક બાદ નિર્ણય ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસ સર્વે કરવામાં આવ્યો, ત્યારે ટ્રાફિક ઓછો થાય અને લોકોને સુવિધા મળી રહે તે માટે નારણપુરા જવા નવો વૈકલ્પિક રસ્તો શોધી લેવામાં આવ્યો હતો. એક કટ બંધ કરી તેનાથી 200 મીટર આગળ એરોમા કોલેજ પાસે આવેલી રોડ પરની કટ ખોલવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસ અને AMCના અધિકારીઓ તાત્કાલિક બેઠક કરીને કટ ખોલવા કામગીરી સોંપવામાં આવી હતી. કટ ખુલતા 10 હજારથી વધુ વાહનચાલકોને રાહત વાડજ બ્રિજ ખોલ્યાના 48 કલાકમાં જ રાતોરાત નવી કટ ખોલીને વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વાડજ બ્રિજ પરથી રોજ 1.50 લાખથી વધુ વાહન જાય છે, જ્યારે નવા કટ ખોલતા રોજ 10થી 12 હજાર લોકો અવરજવર કરી શકશે. ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો વધુ સરળ રહેશે. આ રસ્તો બનતા સાઈન બોર્ડ પણ રાતે જ લગાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નાનપુરા શાકભાજી માર્કેટમાં વિશાળ ઝાડ ધરાશાયી:વેપારી સહિત 3 લોકો દબાતા ઈજા, દુકાન-વાહનોમાં ભારે નુકસાન; રૂંવાડાં ઊભાં કરી દેતો વીડિયો
    Next Article
    ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો, માથે ગરબો લઈ ઝૂમ્યા; હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા, પોલીસ વિભાગે ધજા ચડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment