Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં જળસંકટ ઘેરાયું:આજી-1 અને ન્યારી-1ડેમમાં પાણીનો જથ્થો ઘટતા તાત્કાલિક નર્મદા નીર છોડવા મનપા દ્વારા માંગ કરાઈ

    3 days ago

    ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે. આજે 16 જુન થવા છતા નૈઋત્ય ચોમાસાના કોઈ એંધાણ ન હોવાથી ચિંતાની લાગણી જન્મી છે. ખાસ કરી રાજકોટવાસીઓ ઉપર પીવાના પાણીની ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે મોટાભાગે સૌની યોજનાથી ભરાતા આજી-1 અને ન્યારી-1માં જળસંગ્રહ હવે ખુબ જ ઘટી જવા પામ્યો છે. રાજકોટ માટે દૈનિક બન્ને ડેમોમાંથી 6થી 8 MCFT પાણી ઉપાડાય છે. રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રો મુજબ, આજની સ્થિતિએ આજી-1 ડેમમાં માત્ર 41 ટકા અને ન્યારી-1 ડેમમાં પણ 29 ટકા જ જળસંગ્રહ બચ્યો છે. મહાનગર પાલિકાએ સપ્તાહ અગાઉ જ આજી-1 અને ન્યારી-1 માટે વધુ 800 એમસીએફટી નર્મદા નીર સૌની યોજના અંતર્ગત માંગ્યા છે. સિંચાઈ વિભાગે મનપાની ડિમાન્ડના પગલે ગત 10 જુનના રોજ જ નર્મદા વિભાગ પાસે પાણી છોડવા દરખાસ્ત કરી દીધી છે. જોકે આજ દિવસ સુધી નર્મદા વિભાગે મંજૂરી આપી નથી. હાલ બન્ને ડેમોમાં માસાંત સુધી જ ચાલે તેટલો જળ જથ્થો બચ્યો હોવાથી તાત્કાલિક પાણી છોડવું જરૂરી બન્યું છે. જો તાત્કાલિક પાણી છોડી દેવાય તો જુલાઈ સુધી પીવાના પાણીની જરૂરીયાત સંતોષાઈ જશે. બાકી જળસંકટ વધારે ઘેરું બનવાની શક્યતા છે. રાજકોટ-ગોંડલ હાઇવે પર 20 દિવસમાં બે ડાઇવર્ઝન ખુલ્લા મુકાશે: વાહનચાલકોને મળશે રાહત રાજકોટ-ગોંડલ હાઇવે પર છેલ્લા 2 વર્ષથી વાહનચાલકો ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ યાતનાનો અંત લાવવા માટે આગામી 20 દિવસમાં પારડી ગામ અને કોરાટ ચોકડી પરના ડાઇવર્ઝન સંપૂર્ણ ખુલ્લા મુકી દેવામાં આવશે. રાજકોટના સાંસદ પરસોતમ રુપાલા અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને ગોંડલ હાઇવેના પુલ સહિતના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે પારડી અને કોરાટ ચોકડીએ સાંકડા ડાઇવર્ઝનને કારણે ટ્રાફિક સર્જાય છે, જે 10 થી 20 દિવસમાં ખુલ્લા થતાં રીંગ રોડ મારફત વાહનોની અવર-જવર વધશે. આ ઉપરાંત કોઠારીયા બ્રીજનું કામ આગામી 5 થી 6 મહિનામાં પૂર્ણ થશે, જેનાથી કોઠારીયા મારફતનો ટ્રાફિક ઓછો થશે. બેઠકમાં હાજર ઉદ્યોગ પ્રતિનિધિઓએ પણ ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજુ અંદાજીત 6 મહિનાનો સમય લાગશે, પરંતુ ડાઇવર્ઝન ખુલવાથી વાહનચાલકોને તાકીદે મોટી રાહત મળશે. દ્વારકા–ભીમરાણા વચ્ચે રેલવે બ્લોકને લઈને કેટલીક ટ્રેનોના સંચાલનને અસર રાજકોટ ડિવિઝન હેઠળ દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પુલિયા નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આર.સી.સી. બોક્સ સ્થાપિત કરવાની આ મહત્વપૂર્ણ કામગીરી માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવશે, જેને કારણે વાહન વ્યવહાર અને ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ બ્લોકને લીધે 17 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને દ્વારકાથી ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે 18 જૂન, 2026ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે, જે ઓખા અને દ્વારકા વચ્ચે આંશિક રદ રહેશે. આ ઉપરાંત, 18 જૂન, 2026ની ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ ઓખાથી તેના નિયત સમય કરતાં 15 મિનિટ મોડી રવાના થશે. રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં તમામ 22 કેસોનો સ્થળ પર જ નિકાલ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 15 જૂન 2026ના રોજ પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે 'પેન્શન અદાલત'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાપ્ત થયેલા તમામ 22 કેસોનો સ્થળ પર જ તત્કાલ અને સંતોષકારક નિકાલ કરીને પેન્શનરોને મોટી રાહત આપવામાં આવી હતી. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોની લાંબા સમયથી પડતર સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિવારણ સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત વરિષ્ઠ પેન્શનરોનું સન્માન કર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે રાજકોટ ડિવિઝન પેન્શનરોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને સામાન્ય દિવસોમાં પણ તેમની સમસ્યાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે. આ અદાલતમાં 24 વરિષ્ઠ નાગરિકો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી અને સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના કર્મચારીનું જીએમ એવોર્ડથી સન્માન પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ મુંબઈ હેડક્વાર્ટર ખાતે વિવિધ ડિવિઝનના કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેફ્ટી કામગીરી માટે સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર મેળવનારાઓમાં રાજકોટ ડિવિઝનના હાપા મુખ્ય મથકના ટ્રેક મેન્ટેનર ગ્રેડ-1 અશોક કુમાર પણ સામેલ છે, જેમને મહાપ્રબંધક સેફ્ટી પુરસ્કાર (GM Safety Award) એનાયત કરાયો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, 20 એપ્રિલ, 2026ના રોજ અશોક કુમાર જામનગર–લાખાબાવળ સેક્શનમાં કી-મેન તરીકે ફરજ પર હતા. નિયમિત ટ્રેક નિરીક્ષણ દરમિયાન તેમણે રેલ વેલ્ડમાં ફ્રેક્ચર જોયું હતું. તે જ સમયે લાખાબાવળ તરફથી આવી રહેલી માલગાડીને તેમણે તાત્કાલિક લાલ ઝંડી બતાવીને વેલ્ડ ફ્રેક્ચરવાળા સ્થળ પહેલાં જ સુરક્ષિત રીતે રોકી દીધી હતી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. કટોકટીભર્યું સમારકામ પૂર્ણ થયા બાદ માલગાડીને પ્રતિ કલાક 10 કિલોમીટરની મર્યાદિત ઝડપે પસાર કરાઈ હતી. અશોક કુમારની આ સતર્કતા અને કોઠાસૂઝથી સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો. આ સિદ્ધિ બદલ રાજકોટના ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટમાં ઇમ્પેક્ટ ફીની 15 હજારથી વધુ અરજીમાંથી 35% મંજૂર, 20% નામંજૂર રાજ્ય સરકાર દ્વારા 2022માં જાહેર કરવામાં આવેલી અનઅધિકૃત બાંધકામો નિયમબદ્ધ કરતી ઇમ્પેક્ટ ફી યોજનાની 6 વખત લંબાવવામાં આવેલી મુદત આજે સાંજે પૂર્ણ થઈ છે. રાજકોટ મનપાની ટાઉન પ્લાનિંગ શાખાના જણાવ્યા મુજબ, યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 15,323 અરજીઓ મળી છે. જેમાંથી 35 ટકા એટલે કે 5,428 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે પાત્રતા ન ધરાવતી 20 ટકા એટલે કે 3,356 અરજીઓ નામંજૂર થઈ છે અને બાકીની 6,216 અરજીઓ હાલ વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ છે. રસ્તા પરના બાંધકામ, અનામત પ્લોટ કે સરકારી જમીન પર દબાણ, ફાયર NOCનો અભાવ અને મર્યાદા કરતાં વધુ બાંધકામ જેવા કારણોસર અનેક અરજીઓ રિજેક્ટ થઈ છે. આ યોજના હેઠળ રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 5,000થી રૂ. 7,500 સુધીનો ચાર્જ નક્કી કરાયો હતો, જ્યારે કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતો માટે આ દર પ્રતિ ચોરસ મીટર રૂ. 10,000થી રૂ. 20,000 સુધીનો રાખવામાં આવ્યો છે. ઊંચા દર અને 50 ટકા પાર્કિંગ ન હોવાની સ્થિતિમાં લાગતા આકરા ચાર્જના કારણે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકત ધારકોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે. હવે સરકાર મુદત લંબાવશે કે કેમ તેના પર નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી એટલી નડી કે, ચોર ટોળકી તેલ પણ ચોરી ગઈ:વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, અગાઉ ચોરી, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે
    Next Article
    ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક યોજી, કમલમમાં ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું, મીડિયાએ સવાલો કરતા ચાલતી પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment