Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી ટેસ્ટમાં ભારતે 'જીતેલી' બાજી ગુમાવી:શ્રીલંકાએ લડત બતાવતા ફોલોઓન રમ્યા છતાં મેચ ડ્રો કરાવી, સોનલ દિનુષાની બન્ને ઇનિંગમાં સદી; ઈન્ડિયાએ 1-0થી સિરીઝ જીતી

    18 घंटे पहले

    શ્રીલંકાએ ફોલોઓન રમવા છતાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવી લીધી છે. આ રીતે ભારતે બે ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી છે. ભારતે ગૉલમાં યોજાયેલી પહેલી ટેસ્ટ મેચ 165 રનથી જીતી હતી. કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચનો હિરો શ્રીલંકાનો મિડલ ઓર્ડર બેટર સોનલ દિનુષા રહ્યો. તેણે શ્રીલંકાની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. પ્રથમ ઇનિંગ્સમાં 103 રન બનાવનારા સોનલ દિનુષાએ બીજી ઇનિંગ્સમાં પણ નોટઆઉટ 133 રન બનાવ્યા. દિનુષાની સદીની મદદથી શ્રીલંકાએ છેલ્લા દિવસે પોતાની બીજી ઇનિંગ્સમાં 9 વિકેટ પર 429 રન બનાવી લીધા. શ્રીલંકાની સરસાઈ 216 રનની થઈ ગઈ હતી અને મેચમાં માત્ર 17 ઓવર બાકી હતી. ત્યારે બંને ટીમે પરસ્પર સંમતિથી ટેસ્ટ ડ્રો કરાવી લીધી. પાંચમા દિવસે 3 વિકેટ જ લઈ શકી ભારતીય ટીમ ચોથા દિવસના સ્ટમ્પ્સ સુધી શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ પર 229 રન બનાવ્યા હતા. ત્યારે શ્રીલંકા પાસે માત્ર 16 રનની લીડ હતી. છેલ્લા દિવસે 81.2 ઓવરની રમતમાં ભારતીય બોલરો માત્ર 3 વિકેટ જ લઈ શક્યા. શ્રીલંકાએ આ દરમિયાન વધુ 200 રન ઉમેર્યા. ભારતે 213 રનની લીડ મેળવી હતી આ પહેલા ભારતે આ ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 503/9ના સ્કોર પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 290 રન પર સમેટાઈ ગઈ. ભારતને 213 રનની સરસાઈ મળી અને કેપ્ટન શુભમન ગિલે શ્રીલંકાને ફોલોઓન રમવા કહ્યું. ટેસ્ટ ક્રિકેટમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જો 200 કે તેથી વધુ રનની લીડ મેળવે છે તો તે સામેની ટીમને ફોલોઓન રમવા માટે મજબૂર કરી શકે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Nepal Floods: जब नेपाल में आई भयानक बाढ़ क्या वहीं मौजूद थे Shashi Tharoor ? | Resuce Operation
    Next Article
    નેપાળ પૂરમાં મૃત્યુઆંક 289 પહોંચ્યો:1500 લોકોની શોધખોળ, 288 ભારતીયો હજુ પણ ગુમ, વિદેશ મંત્રાલયે કહ્યું- તિબેટમાં ફસાયેલા 200 ભારતીયો સંપર્કમાં છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment