Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    07 ઓગસ્ટનું અંકફળ:અંક 2ના જાતકોને દેવામાંથી મુક્તિ મળશે, અંક 5ના જાતકોને પારકી આશા રાખવી મોંઘી પડશે

    9 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… પરાક્રમમાં અભાવ આવી શકે છે અને યોજનાઓમાં ફેરફાર કરવો પડી શકે છે. ભાગ્યમાં પણ અભાવનો અહેસાસ થશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. બપોરે સમય સારો નહીં રહે, પરંતુ તે પછી નાણાંની આવક થશે અને સ્થિતિમાં સુધારો થશે. બગડેલા કામો બનવાના એંધાણ રહેશે. વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશો. કરિયર: વેપારમાં સાવધાની રાખવી. નોકરીમાં શિસ્તનું પાલન કરવું. લવ: વૈવાહિક જીવન સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં કલેશ થઈ શકે છે. લકી નંબર: 1-6-8 લકી કલર: કથ્થઈ શું કરવું: ગણેશજીને દૂર્વા અર્પણ કરવી. દિવસની શરૂઆત અને અંત સુખદ રહેશે, મધ્યમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જેને સૂઝબૂઝથી ઉકેલવામાં સફળ થશો. દેવા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. યાત્રાની યોજના બની શકે છે. બપોરે નજીકના લોકોના કારણે દુઃખ થઈ શકે છે. પોતાનું કામ બીજા પર ન છોડવું અને સાવધાની રાખવી. કરિયર: વેપારમાં જોખમી રોકાણથી બચવું. નોકરીમાં પણ સતર્ક રહેવું. લવ: પ્રેમમાં ગૂંચવણ ઉકેલાશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 2-5-8 લકી કલર: લાલ શું કરવું: માતાજીને પ્રસાદ ધરાવો. જોખમી કામોથી દૂર રહેવું અને પોતાના કરતાં પરિવારનું ધ્યાન વધારે રાખવું પડશે. વિરોધીઓથી સતર્કતા રાખવી પડશે. બપોર પછી સમય અનુકૂળ થશે, જે અડચણોને દૂર કરશે. સમય પણ સહયોગી બનશે, જે આવકમાં વધારો કરનારો રહેશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળશે. વિરોધીઓ પરાસ્ત થશે. કરિયર: કારોબારમાં સખત હરીફાઈ થશે. નોકરીમાં કસોટી કે પરીક્ષણ સફળ થશે. લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર: 3-5-8 લકી કલર: કેસરી શું કરવું: વડીલોનું સન્માન અને સહાયતા કરો. અનુભવી લોકોની સલાહ લઈને કામ કરશો, તો વધારે ફાયદામાં રહેશો. સ્મરણ શક્તિ નબળી પડી શકે છે અને હતાશાનો ભોગ બની શકો છો. શત્રુઓ પ્રબળ રહેશે. આવક પણ ઓછી રહેશે. દિવસના અંતમાં વિશેષ ધ્યાનથી કામ કરવું હિતકારી રહેશે. લાલચ આપનારી યોજનાઓથી દૂર રહેવું. પરિવાર સાથે રહેવું. કરિયર: નોકરીના સ્થળે સતર્ક રહેવું. વેપારમાં વિચારીને રોકાણ કરવું. લવ: પ્રેમમાં અતિશયોક્તિ કરવાથી ઉપહાસના પાત્ર બની શકો છો. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 3-4-8 લકી કલર: મરૂન શું કરવું: માતા-પિતાના આશીર્વાદ લેવા અને ગણેશજીનું પૂજન કરવું. ભાગ્યમાં અડચણો ઊભી થવાના એંધાણ છે. પોતાના ભરોસા પર જ કોઈ કામ હાથમાં લેવું. બીજાઓ પાસેથી રાખેલી અપેક્ષાઓ પૂરી નહીં થાય. સમયની સ્થિતિ નાણાંનો પુરવઠો સારો જાળવી રાખશે. બપોરે અપેક્ષિત કામ થઈ શકશે અને અટકેલા કામો પણ પૂર્ણ થશે. સાંજ પછી કોઈ નવું કામ મળવાના એંધાણ પણ બનશે. કરિયર: નોકરીમાં જવાબદારી વધશે. વેપાર સામાન્ય રહેશે. લવ: અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવો મળશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 5-7-8 લકી કલર: વાદળી શું કરવું: બાળકોને દૂધનું દાન કરો. શરૂઆતમાં સમય નાણાંની આવકમાં અડચણ ઊભી કરી શકે છે. એકાગ્રતા ભંગ થઈ શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. બપોરનો સમય પક્ષમાં રહેશે. આવકમાં સુધારો થશે. વિરોધીઓ શાંત રહેશે. સાંજથી સ્થિતિ નિયંત્રણમાં આવશે. કોઈ મોટા કામના બનવાના એંધાણ બનશે. આવકમાં પણ વધારો થશે. કરિયર: કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તણાવ થઈ શકે છે. વેપારલક્ષી યાત્રા સંભવ છે. લવ: પ્રેમમાં મન મુજબ નહીં થઈ શકે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 1-3-8 લકી કલર: વાદળી શું કરવું: શિવલિંગ પર ધતૂરાના પુષ્પ અર્પણ કરો. સમય પૂર્ણપણે અનુકૂળ છે, મનપસંદ સફળતા અને નાણાંની આવક રહેશે. સન્માન પ્રાપ્ત થશે અને સમકક્ષોમાં શ્રેષ્ઠતા રહેશે. પરાક્રમ પણ શ્રેષ્ઠ રહેશે. યાત્રાઓ સુખદ રહેશે અને કામમાં સરળતા રહેશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સાંજે યાત્રા પર જવાનો યોગ બન્યો છે. આવક સારી રહેશે. કરિયર: કારોબારમાં શ્રેષ્ઠતા રહેશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સંતુષ્ટ રહેશે. લવ: જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમમાં સ્થિરતા આવશે. લકી નંબર: 5-8-9 લકી કલર: લીલો શું કરવું: સુંદરકાંડનો પાઠ કરવો. આત્મવિશ્વાસમાં અભાવ આવી શકે છે. તમારો સ્વભાવ સ્થિતિથી ગભરાઈ જનારાઓમાંથી નથી. માત્ર હકારાત્મક વિચાર જ ફરી યોગ્ય સ્થાને લઈ આવશે. દિવસના અંત સુધીમાં ફરી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરશો અને યોગ્ય નિર્ણય લઈ શકશો. કોઈપણ વિવાદસ્પદ મામલાઓથી દૂર રહેવું. સાંજે આવક વધશે અને સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં જોખમ ન લેવું. નોકરીમાં સ્થિરતા રહેશે. લવ: પ્રેમમાં નિરાશા રહેશે. દામ્પત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર: 1-3-8 લકી કલર: પીળો શું કરવું: હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરવું. સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે. સમય અનુકૂળ બનેલો છે અને પરિવાર પણ સહયોગ આપી રહ્યો છે. પ્રયાસોમાં સફળતા મળશે. નવા સંપર્કો લાભદાયી થશે. મિત્રો વચ્ચે ગુપ્ત વાતો જાહેર થઈ શકે છે, સાવધ રહેવું. કિંમતી સામાનની રક્ષા કરવી અને રાત્રિના સમયે એકલા ક્યાંય બહાર ન જવું. કરિયર: નોકરીમાં અધિકારી સહયોગ આપશે. વેપારલક્ષી યોજનાઓ ફળીભૂત થશે. લવ: પ્રેમમાં બહારના લોકો અડચણ ઊભી કરી શકે છે. વૈવાહિક જીવનમાં મજબૂતી આવશે. લકી નંબર: 6-8-9 લકી કલર: વાદળી શું કરવું: લીમડાના ઝાડનું પૂજન કરવું.
    Click here to Read More
    Previous Article
    07 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકોના પરિવારના મતભેદો ઉકેલાશે, વૃશ્ચિક જાતકોને ઉતાવળે લીધેલો નિર્ણય ભારે પડશે
    Next Article
    શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, મકર રાશિને સપના સાકાર કરવાનો સાનુકૂળ સમય

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment