Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    03 મેનું અંકફળ:અંક 1ના જાતકોને નોકરીમાં અધિકારીઓ પરેશાન કરશે, અંક 9ના લોકો વેપારમાં હાથ નાખશે ત્યાંથી સોનું નીકળશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆતમાં આવકની બાબતોમાં શાંતિ રહેશે, પરંતુ મન વિચલિત રહેશે. બધી રીતે સક્ષમ હોવા છતાં મનગમતું કામ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. બપોરે પરેશાનીઓ વધેલી રહેશે. બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે. આવકની અછતનો સામનો કરવો પડી શકે છે. અવરોધો દૂર કરવા માટે તમારે પોતે જ પ્રયત્ન કરવો પડશે. સાંજથી રાહત મળશે. આશા મુજબની સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી સહયોગ મળશે. કાર્યમાં ગતિ રહેશે. કરિયર- વેપાર સારો રહેશે અને દિવસના અંતે કાર્યો સરળતાથી પતાવવામાં સુવિધા રહેશે. નોકરીમાં અધિકારીઓ પરેશાન કરશે. લવ- પ્રેમમાં અવરોધ આવી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 1-4-8 લકી કલર- લાલ શું કરવું- શ્રીરામને દૂધ-સાકરનો ભોગ ધરાવો. દિવસની શરૂઆત સુખપૂર્વક થશે. કાર્યમાં મન લાગશે અને સંસાધનોની પ્રાપ્તિ પણ થશે. દિવસના મધ્યમાં કાર્યની પ્રશંસા થશે અને વિરોધીઓ તમારા પક્ષમાં રહેશે, પરંતુ વ્યસ્તતા અતિશય રહેશે. ભાઈઓ તરફથી પણ સહયોગ પ્રાપ્ત થશે. દિવસના અંતે જમીન-મકાનને લગતા કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થશે. કોર્ટ-કચેરીના મામલામાં તમારો પક્ષ મજબૂત થશે. પગમાં ઈજા થવાનો ભય છે. જીવજંતુના કરડવાથી સાવધાની રાખવી. કરિયર- કારોબારમાં સામાન્ય સમય રહેશે. નોકરીમાં કાર્યની વધુ પડતી જવાબદારી રહેશે. લવ- લગ્ન પ્રસ્તાવ મળી શકે છે અને પ્રેમમાં સફળતા મળશે. લકી નંબર- 2-4-7 લકી કલર- પીળો શું કરવું- શંકર ભગવાનને ઘીનો દીવો કરો. સવારના સમયમાં સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રનો વિકાસ થશે. આવકમાં સુધારો રહેશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. દિવસના મધ્યમાં વિચલિત કરનારી કોઈ ઘટના બની શકે છે અને ઉત્સાહમાં ઘટાડો આવશે. કોઈ અવ્યવહારુ ઘટનાથી મન અશાંત થઈ શકે છે. મહેનત મુજબ આવક થઈ શકશે નહીં. દિવસના અંતે ફરીથી સ્થિતિમાં સુધારો થશે અને માનસિક શાંતિનો અનુભવ કરશો. વ્યસ્તતા વધુ રહેશે. કરિયર- આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ વગેરે માટે સમય ઉત્તમ રહેશે અને નોકરીમાં સામાન્ય સમય રહેશે. ઘરેલું સમસ્યાઓ વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ બની શકે છે. લવ- પ્રેમમાં અતિરેક ન કરો. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 1-4-6 લકી કલર- સ્કાય બ્લૂ શું કરવું- મહાકાળી માતાને એક લીંબુ અર્પણ કરો. શરૂઆતમાં અપેક્ષા મુજબની સફળતા મળવામાં શંકા રહેશે અને દરેક કાર્યમાં વિલંબ તેમજ અસ્થિરતા અનુભવશો. આગળના દિવસોમાં સુધારો થવાથી તમે મનગમતી રીતે આગળ વધી શકશો. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે અને દિવસના અંતે વ્યસ્તતા વધી જશે. સાંજનો સમય ચિંતાજનક રહેશે. કામ પૂર્ણ ન થવાને કારણે તણાવ થઈ શકે છે. રાત સુધીમાં સમયમાં સુધારો થશે. પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. સંતાન તરફથી સુખ મળશે. કરિયર- નોકરીમાં અધિકારીઓ અનુકૂળ રહેશે. કારોબારમાં સુધારો રહેશે. લવ- પ્રેમ સંબંધોનો અંત આવવો શક્ય છે. નવી મિત્રતામાં વિચારીને આગળ વધો. લકી નંબર- 4-7-9 લકી કલર- વાદળી શું કરવું- શ્રીરામ નામનો જાપ કરો. સવારના સમયમાં તણાવ અને બેચેની અનુભવાઈ શકે છે. આત્મ-નિયંત્રણમાં રહો. બીજા પર નિર્ભર ન રહો અને નાણાકીય બાબતોમાં કોઈના પર ભરોસો ન કરો. આવક સારી રહેશે, પરંતુ કામ પણ ઘણું કરવું પડશે. સંતાનના કાર્યોને લઈને શંકાની સ્થિતિ રહેશે. બપોરે નવી માહિતી મેળવવાની ઈચ્છા થશે. વૈચારિક ક્રાંતિ રહેશે. આવકમાં સુધારો થશે. સાંજનો સમય સારો રહેશે. સફળતા અને સુખ પ્રાપ્ત થશે. કરિયર- વેપારમાં યાત્રાના યોગ છે. નોકરીમાં બદલાવ લાવવાનું મન થશે. લવ- પ્રેમમાં અતિ ઉત્સાહમાં વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સહયોગ મળશે. લકી નંબર- 1-4-5 લકી કલર- બ્રાઉન શું કરવું- ગરીબ લોકોને જૂના પગરખાંનું દાન કરો. સવારનો સમય બિનજરૂરી પરેશાનીઓ ઊભી કરી શકે છે, પરંતુ સંયમ રાખવાથી આગળ જઈને લાભ થશે. સંતાનની ચિંતા પણ થઈ શકે છે. બપોરે નાણાકીય બાબતોમાં સ્થિતિ સારી રહેશે. નવા સંપર્કો બનશે અને મોસાળ પક્ષથી લાભ થશે. પરિવારનો સાથ મળશે. પ્રવાસ પર જવાની તક મળી શકે છે. સાંજે પણ સમય સારો રહેશે. સફળતા મળશે અને આવકમાં વૃદ્ધિ થશે. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. કરિયર- કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. નોકરી છોડવાનું મન થશે. વેપાર સામાન્ય રહેશે. વરિષ્ઠો તરફથી સાચી દિશામાં આગળ વધવાની સલાહ મળશે. કાર્યસ્થળ પર સન્માન વધશે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસ્તાવ સફળ રહેશે. લકી નંબર- 4-6-9 લકી કલર- સફેદ શું કરવું- જરૂરિયાતમંદ વ્યક્તિને આર્થિક મદદ કરો. આજનો દિવસ સારો રહેશે, સમય બધી રીતે શક્તિશાળી બનાવનારો છે. આવક ઉત્તમ રહેશે. કોઈ મોટું કામ થઈ શકે છે. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. વિવાદિત મામલાઓમાં તમારો પક્ષ મજબૂત બનશે. અતિશય વ્યસ્તતા વાળો દિવસ હોઈ શકે છે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. ધાર્મિક-માંગલિક ઉત્સવમાં જવાની તક મળી શકે છે. વિરોધીઓને પાછળ છોડવામાં સફળ રહેશો. કરિયર- કારોબારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રભાવ વધશે. લવ- નવા મિત્રો બનશે અને વૈવાહિક જીવનમાં કડવાશ સમાપ્ત થશે. સાંજે ભ્રમણ (ફરવા) પર જવાની તક મળશે. લકી નંબર- 2-4-7 લકી કલર- મરૂન શું કરવું- ગરીબ લોકોને તેલનું દાન કરો. સવારના સમયમાં આવક સારી રહેશે, પરંતુ કામ ખૂબ વધારે પ્રમાણમાં કરવું પડશે. યાત્રાના યોગ પણ બનશે. ઘણી જગ્યાએ પોતાની જાતને નબળી અનુભવશો. મજાક પણ ઉડી શકે છે. પરિવારના લોકો સાથ આપશે. બપોરનો થોડો સમય છોડીને બાકીના દિવસમાં આવક સારી જળવાઈ રહેશે. દિવસના અંતે બિનજરૂરી ખર્ચ પણ થશે. કિંમતી સામાનની રક્ષા કરો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. રાત્રે ઘરે જ રહેવું. કરિયર- કારોબારમાં તણાવ રહેશે અને નોકરીમાં ખુશ થવાની તક મળશે. લવ- માતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. સંતાનનો સહયોગ અને વૈવાહિક સાથી તરફથી સુખ મળશે. લકી નંબર- 1-4-8 લકી કલર- કેસરી શું કરવું- દુર્ગા માતાને ઘીનો દીવો કરો. સાચું કામ કરશો તો પણ ઘણી સમસ્યાઓ એકસાથે ઊભી થઈ જશે. ધનનો ખર્ચ પણ થશે અને પરેશાની પણ આવશે. આવકની અછત રહેશે. બપોરથી તેમાં સુધારો થશે. સાચી દિશા પ્રાપ્ત થશે અને સહયોગ પણ મળશે. અટકેલા નાણાં મળવાની સંભાવના બનશે. જમીન સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળશે. અજ્ઞાત ભય પણ રહેશે. સાંજે આવકની સારી સ્થિતિ બનશે. સહયોગ પ્રાપ્ત થશે અને વાહનથી કષ્ટ થઈ શકે છે. કરિયર- નોકરીમાં પ્રદર્શન સારું રહેશે અને વેપારમાં યોજનાઓ સફળ થશે. પ્રોજેક્ટ સફળ થશે. લવ- પ્રેમમાં અનુભવ સારો રહેશે નહીં. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લકી નંબર- 4-7-8 લકી કલર- લીલો શું કરવું- શિવલિંગ પર દૂધ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતનો ઉર્વિલ પટેલ 200ની સ્ટ્રાઈક રેટથી રમ્યો:2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને આઉટ થયો, ચેન્નઈએ બીજી વિકેટ ગુમાવી દીધી
    Next Article
    03 મેનું ટેરો રાશિફળ:મિથુન રાશિના લોકોની પ્રમોશનની આશા પૂર્ણ થશે, લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા ધન રાશિના જાતકો સાવધાન

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment