Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    02 એપ્રિલનું અંકફળ:અંક 5ના લોકોને નોકરીમાં પ્રમોશનના યોગ, ત્રીજી વ્યક્તિના કારણે અંક 7ના લોકોની લવ લાઈફ પર ગ્રહણ લાગશે

    16 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… દિવસની શરૂઆતમાં કાર્યો સરળતાથી પૂરા નહીં થાય અને અપેક્ષિત સહયોગ પણ નહીં મળે. જોકે, ધનની આવક સારી રહેશે. લાલ કે પીળા વસ્ત્રો પહેરેલી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સાવધ રહેવું. બપોરે અત્યંત વ્યસ્તતા રહેશે, પરંતુ આવક સારી રહેશે અને ચારે બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે અને વિરોધીઓ પરાસ્ત થશે. દિવસના અંતે આનંદનું વાતાવરણ રહેશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. કરિયર: વેપારમાં પ્રગતિની ગતિ જળવાઈ રહેશે. નોકરીમાં હાથ નીચેના માણસો (અધિનસ્તો) પરેશાન કરી શકે છે. લવ: લગ્નની વાતચીતમાં અવરોધ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં વિવાદ થવાની શક્યતા છે. લકી નંબર: 4-7-9 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીને સુગંધિત દ્રવ્ય અર્પણ કરો અને પ્રસાદ ચઢાવો. આશ્ચર્યજનક સમાચાર મળી શકે છે. ધનની આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. કોઈ મોટું કાર્ય સિદ્ધ થઈ શકે છે, પરંતુ કામનો બોજ વધુ રહેશે. જો તમે કોઈ કાર્ય માટે ‘પાછલા બારણે’ પ્રવેશવાનો પ્રયત્ન કરશો તો સફળતા નહીં મળે. બપોર પછી આવકમાં સુધારો થશે. પોતાના પ્રયત્નોથી સફળતા મળશે. સાંજનો સમય સારો રહેશે. ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. કરિયર: ઉદ્યોગપતિઓ માટે શુભ સમય છે. નોકરીમાં તણાવ રહી શકે છે. લવ: પ્રેમી સાથેનો તણાવ દૂર થશે અને મિત્રતામાં સુધારો આવશે. વૈવાહિક જીવન સુંદર રહેશે. લકી નંબર: 2-4-7 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને લાલ ફૂલ અને ખીરનો ભોગ ધરાવો. દિવસની શરૂઆત થોડી નુકસાનકારક હોઈ શકે છે અને આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય. બિનજરૂરી ચિંતા અને આવકમાં કમી રહેશે. બપોર પછી સ્થિતિ નિયંત્રણમાં આવશે. કાર્યમાં તેજી આવશે અને ફસાયેલા નાણાં પરત મળશે. મિત્રોનો સહયોગ મળશે. સાંજે કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. પરિવારનો સાથ મળશે. રાત્રે ફરી થોડી ચિંતા સતાવી શકે છે. કરિયર: વ્યાપારિક મુસાફરી સફળ થશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. પ્રદર્શનમાં સુધારો થશે. લવ: પ્રેમ સંબંધોમાં અસહજતા અનુભવાય. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 3-4-8 લકી કલર: કેસરી શું કરવું: હનુમાનજીને નાળિયેરનો પ્રસાદ અર્પણ કરો. દિવસની શરૂઆત સારી રહેશે. ધનલાભ અને સહયોગ પ્રાપ્ત થશે. વિરોધીઓને હરાવવામાં સફળ રહેશો. યોજનાઓ સફળ થશે. દિવસના મધ્ય ભાગમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. બિનજરૂરી વિવાદ થઈ શકે છે, ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ક્રોધ પર નિયંત્રણ રાખવું. દિવસનો અંત ફરી સુખદ રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. કરિયર: બિઝનેસ લાભદાયક રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ કામનું ભારણ વધુ રહેશે. લવ: સંકોચ રાખ્યા વિના વાત રજૂ કરશો તો સફળતા મળશે. યોગ્ય પાત્ર માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. લકી નંબર: 4-6-8 લકી કલર: નારંગી શું કરવું: હનુમાનજી પાસે તેલનો દીવો પ્રગટાવો. સવારનો સમય ખુશીના સમાચાર લાવશે. સન્માન પ્રાપ્ત થશે અને માંગલિક કાર્યો પૂરા થશે. આવક સારી રહેશે અને વિવાદિત બાબતોમાં વિજય મળશે. બપોરનો સમય વધુ સારો રહેશે, આવકના સાધનોમાં વધારો થશે અને પ્રતિષ્ઠા વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સાંજે થોડી ચિંતા વધી શકે છે અને આવકમાં ઘટાડો થઈ શકે છે. એકંદરે સકારાત્મકતા જળવાઈ રહેશે. કરિયર: કારોબારમાં પ્રગતિ અને વિસ્તાર થશે. નોકરીમાં પ્રમોશનની તકો અને જવાબદારી વધશે. લવ: વૈવાહિક જીવન સુખી રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. લકી નંબર: 4-5-7 લકી કલર: સફેદ શું કરવું: હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પણ કરો. સવારનો સમય પરાક્રમ બતાવવાની તક આપશે. શરૂઆત શાનદાર રહેશે, જેનાથી આવકમાં વધારો અને પ્રસન્નતા મળશે. ખેતી અને જમીન સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે. પરિવાર અનુકૂળ રહેશે. મિત્રો સાથે ફરવા જવાની તક મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. આખો દિવસ આવકમાં વૃદ્ધિ જારી રહેશે. કરિયર: નોકરીમાં સંતોષ રહેશે. વ્યાપારિક યાત્રાના યોગ છે. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે અને પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. લકી નંબર: 1-4-6 લકી કલર: પીળો શું કરવું: હનુમાનજીને લાલ ફૂલની માળા અર્પણ કરો. સવારે આવકમાં કમીનો અનુભવ થશે અને પરિવારમાં તણાવ રહી શકે છે. બપોર પછી સ્થિતિ સામાન્ય થશે. કામમાં સાતત્ય આવશે અને સહયોગ મળશે. દિવસના મધ્યમાં થોડી નીરસતા અનુભવાશે, પરંતુ સાંજથી કામમાં મન લાગશે. સંતાન તરફથી ખુશી મળશે. ઘરના સમારકામમાં ખર્ચ થઈ શકે છે. રાત્રે ભવિષ્યને લઈને થોડી ચિંતા કે આશંકા રહી શકે છે. કરિયર: નોકરીમાં મન નહીં લાગે. વેપાર માટે અન્ય સંબંધો પર નિર્ભર રહેવું પડી શકે છે. લવ: વૈવાહિક જીવનમાં અણબનાવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈ ત્રીજી વ્યક્તિ ખલેલ પહોંચાડી શકે છે. લકી નંબર: 2-4-7 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજી પાસે ઘીનો દીવો પ્રગટાવો. સવારનો સમય મનોરંજનમાં પસાર થશે. કામકાજ બરાબર ચાલશે અને કોઈ મોટી મુશ્કેલી નહીં આવે. આવક સારી રહેશે. દિવસના મધ્યમાં આવકમાં ઘટાડો થઈ શકે છે અને યોજનાઓ નિષ્ફળ જવાની શક્યતા છે. સહયોગીઓ વિરુદ્ધ જઈ શકે છે. જોકે, દિવસના અંતે સ્થિતિ ફરી નિયંત્રણમાં આવશે. પ્રતિષ્ઠામાં વધારો થશે અને મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. કરિયર: મકાન બાંધકામ સામગ્રી, લોખંડ, તેલ અને કરિયાણાના વેપારીઓ માટે શુભ સમય. નોકરીમાં તણાવ રહી શકે છે. લવ: પ્રેમ સંબંધોમાં કંઈક અશુભ ઘટના બની શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લીલો શું કરવું: હનુમાનજીને ખીરનો ભોગ ધરાવો. ધનની આવક જળવાઈ રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ખોવાયેલી વસ્તુ પરત મળી શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે અને નવા મિત્રો બનશે. નવું મકાન ખરીદવાની યોજના સફળ થશે. કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. અઘરા કામો સરળતાથી પૂરા થશે. સાંજનો સમય આનંદદાયક રહેશે. કરિયર: નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો અને વેપારમાં વૃદ્ધિ થશે. લવ: પ્રેમની કબૂલાત કરવા માટે સફળતા મળશે. જીવનસાથી પ્રસન્ન રહેશે. લકી નંબર: 4-6-7 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને મિઠાઈનો ભોગ ધરાવો.
    Click here to Read More
    Previous Article
    02 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના લોકોને કામનો બોજ વધુ રહેશે, કર્ક રાશિના લોકોની દિવસની શરૂઆત ધનલાભ સાથે થશે
    Next Article
    ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીમાં સારા સમાચાર મળશે, તુલા રાશિ માટે પ્રોપર્ટી કે ઘરની ખરીદીના યોગ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment