Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    01 જુલાઈનું અંકફળ:અંક 1, 3, 5 અને 7ના જાતકોને નોકરી-વેપારમાં પ્રગતિની ઉત્તમ તક, અંક 8ના જાતકોને લગ્નના યોગ

    9 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સતત નાના-નાના નુકસાન થઈ શકે છે. જોકે, સવારનો સમય આવકને સારી બનાવી રાખશે. બીજાની દખલગીરીના કારણે પરેશાની થશે, પરંતુ તમે પારિવારિક બાબતોને સંભાળવામાં સફળ રહેશો. ઘરના સમારકામના કાર્યમાં ખર્ચ થવાની સંભાવના છે. દિવસના અંતમાં તમારું પરાક્રમ શ્રેષ્ઠ રહેશે અને ધાર્મિક કાર્યક્રમોમાં જવાની તક મળી શકે છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. જમીનનું કામ કરનારા લોકોને લાભ અને સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: નોકરીમાં પ્રગતિની તકો મળશે. વેપારમાં સુધારો આવશે. લવ: પ્રેમી સાથી સાથે યોગ્ય વ્યવહાર રાખવો. જીવનસાથીને સહયોગ આપવો પડી શકે છે. લકી નંબર: 1-4-6 લકી કલર: સફેદ શું કરવું: હનુમાનજીને સિંદૂર ચઢાવો. સવારનો સમય આવક સારી રાખશે અને જમીન સંબંધિત કાર્યોમાં સફળતા અપાવશે. કાનૂની બાબતોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. બપોરે મન થોડું વિચલિત રહી શકે છે અને સંતાન સાથે વિવાદ થવાની આશંકા છે. આવક પણ ઓછી થશે. ચોરી વગેરેથી સાવધ રહેવું પડશે. નવા રોકાણથી બચવું અને ઉધાર નાણાં આપવા નહીં. કાર્યસ્થળ પર શાંતિ જાળવી રાખવી. સાંજે સમય તમારા પક્ષમાં આવશે. મહેનતનું સારું પરિણામ મળશે. રાત્રે વાયુ વિકાર થઈ શકે છે. કરિયર: વેપારમાં તેજી રહેશે. નોકરીમાં સરળતા અને અનુકૂળતા જળવાઈ રહેશે. લવ: પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 4-5-9 લકી કલર: મરૂન શું કરવું: હનુમાનજીને કેળાં ધરાવો. શરૂઆતમાં ઓછી આવક અને કાર્યોમાં વિલંબ થશે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. બપોર પછીથી કાર્યોમાં સુધારો થવાની સાથે ખુશીના સમાચાર મળશે. યાત્રા સુખદ રહેશે અને નવા લોકો સાથે સંપર્ક થશે. કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે. પરિવારનો સાથ મળશે અને અટકેલા નાણાં પરત મળશે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે અને ભણવામાં ધ્યાન લાગશે. સાંજે પીઠમાં જકડન તેમજ પંજા અને ખભામાં દુખાવો થઈ શકે છે. કરિયર: વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનની તકો મળશે. લવ: પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. જીવનસાથી તરફથી પ્રસન્નતા મળશે. લકી નંબર: 4-5-7 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીને ફળ ધરાવો. સવારનો સમય આરામથી પસાર થશે. કાર્યો સમયસર પૂર્ણ થશે અને કોઈ પણ પ્રકારની અડચણ કે મુશ્કેલી આવવાની સંભાવના નથી. બપોરે પણ અનુકૂળતા રહેશે, ભાઈઓ તરફથી સહયોગ મળશે અને ધનની આવક સરળતાથી થતી રહેશે. સમસ્યાઓનું નિવારણ આવશે. સાંજે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને મનમાં પ્રસન્નતા રહેશે. આવકમાં સુધારો જળવાઈ રહેશે અને સહયોગ મળશે. રાત્રિના સમયે અજ્ઞાત ભય કે ચિંતા રહી શકે છે. કરિયર: વેપાર પ્રગતિશીલ રહેશે. નોકરીમાં થોડો તણાવ રહી શકે છે. લવ: પ્રેમમાં ગુસ્સાના કારણે વાત બગડી શકે છે, તેથી સંયમ રાખવો. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 2-4-8 લકી કલર: પીળો શું કરવું: હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવો. સવારનો સમય ખુશીઓ આપનારો રહેશે. ધન અને સન્માનમાં વૃદ્ધિ થશે. વિવાદોમાં વિજય મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવાર સાથે વૈચારિક તાલમેલ સારો રહેશે. સંતાન તરફથી સુખ મળશે. બપોરે કોઈ મોટું કાર્ય સિદ્ધ થઈ શકે છે. ભાગીદારોનો સહયોગ રહેશે. ભાગ્યનો સાથ મળશે. આવક સારી જળવાઈ રહેશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. પરિવાર સાથે રહેવાની તક મળશે. કરિયર: વેપારમાં ટેક્સ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરીમાં તમારો આધાર મજબૂત થશે. લવ: પ્રેમી સાથી પ્રત્યે સહયોગની ભાવના રાખવી, ઉપકારની નહીં. લગ્નના કાર્યોમાં અવરોધ આવી શકે છે. લકી નંબર: 3-4-9 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. શરૂઆતમાં કામમાંથી મન ઉચાટ રહેશે, કાર્યોમાં અવરોધ આવશે અને વિરોધીઓ પ્રબળ થઈ શકે છે. આવકમાં પણ અડચણ આવશે. બપોર પછીથી સમય તમારા પક્ષમાં આવવા લાગશે, આર્થિક તંગી દૂર થશે અને કાર્યો પૂરા થવા લાગશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કઠિન મહેનત કરવી પડશે. કોઈના પર અતિશય વિશ્વાસ ન કરવો અને પોતાના પ્રયાસોથી જ સફળતા મેળવવી. નવા સંપર્કો બનશે. સાંજનો સમય અનુકૂળ રહેશે, પરેશાનીઓ ઓછી થશે અને નજીકના લોકોનો સાથ મળશે. કરિયર: વેપારમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. નોકરીમાં અધિકારીઓના કારણે તણાવ થઈ શકે છે. લવ: વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. પ્રણય સંબંધોમાં નિરાશા સાંપડી શકે છે. લકી નંબર: 4-6-7 લકી કલર: ગુલાબી શું કરવું: હનુમાનજીની સ્તુતિ કરો અને કેળાં ધરાવો. સવારે તણાવમુક્ત સમય રહેશે, આવકની સ્થિતિ વધુ સારી બનશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. દેવામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ જડશે. તેમજ નવા કાર્યોના પ્રસ્તાવ મળશે. બપોરે સંતાન સાથે સમય પસાર થશે, જે પ્રસન્નતા આપશે. કાર્યશૈલીમાં સુધારો થશે અને આવક વધશે. દિવસના અંતમાં પણ આવક સારી રહેશે, વાહન સુખ મળશે અને વિરોધીઓ પરાસ્ત થશે. કાર્યોમાં આવી રહેલા અવરોધો દૂર થશે. કરિયર: રોકાણથી લાભ થશે અને વેપારના વિસ્તારની સાથે નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. પરિણામોને પોતાના પક્ષમાં કરવાના પ્રયાસો સફળ રહેશે. લવ: પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 1-4-7 લકી કલર: જાંબલી શું કરવું: હનુમાનજી તેમજ શ્રી સીતા-રામને ફળો ધરાવો અને સાકર અર્પણ કરો. સવારે સંપર્કોનો પૂરો લાભ મળશે અને સ્પર્ધામાં થોડા પાછળ રહેવા છતાં તમે તમારા સમકક્ષોમાં શ્રેષ્ઠ સાબિત થશો. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે સમય ઘણો સારો રહેશે. વિરોધીઓ પર દબાણ બનાવવામાં સફળ રહેશો. બપોરનો સમય આર્થિક પક્ષને મજબૂત રાખશે અને સહયોગ અપાવશે. નવા મિત્રો સાથે મુલાકાત થશે અને યોજના અનુસાર કાર્યો સંપન્ન થશે. સાંજે કોઈના મહેણાં-ટોણાં સાંભળવા પડી શકે છે, તેથી વિચલિત થવાનું ટાળવું, સંભાળીને રહેવું અને એકલા ક્યાંય જવું નહીં. કરિયર: નોકરીમાં બધાને જાણ કરીને જ કોઈ પગલું ભરવું. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. લવ: અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવો મળશે. પ્રેમ સંબંધોમાં ઉત્સાહનો અભાવ વર્તાશે. લકી નંબર: 4-7-8 લકી કલર: કેસરી શું કરવું: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને ભોગ લગાવો. દિવસની શરૂઆત થોડી નબળી રહી શકે છે અને સમય ચિંતાજનક બની શકે છે. ભવિષ્યને લઈને મનમાં બિનજરૂરી ચિંતા રહેશે. બપોરે તમે સહજતા અનુભવશો, આવકમાં વૃદ્ધિ થશે અને કાર્યોમાં ગતિ આવશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. જમીન સંબંધિત કોઈ મામલો તમારા પક્ષમાં આવી શકે છે. કોર્ટ-કચેરીના વિવાદોમાં સમાધાન થવાની સંભાવના છે. જૂના રોકાણથી લાભ થશે, પરંતુ સાંજે થોડી નબળાઈ અને આળસ વધારે રહી શકે છે. કરિયર: કિંમતી ધાતુઓના વેપારીઓ માટે ઉત્તમ સ્થિતિ રહેશે. નોકરીમાં કામનો બોજ વધુ રહેશે. લવ: પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી નિરાશા દૂર થશે. દાંપત્ય જીવનમાં સારો સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-4-9 લકી કલર: લાલ શું કરવું: ‘ॐ હં હનુમતે નમઃ’ મંત્રનો જાપ કરો.
    Click here to Read More
    Previous Article
    01 જુલાઈનું ટેરો રાશિફળ:વૃષભ જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, વૃશ્ચિક જાતકોના કષ્ટદાયક તબક્કાનો અંત આવશે
    Next Article
    બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિને ધાર્યું પરિણામ મળશે, ધન અને મીન જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment