Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સ પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર ઝડપાયો:ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ પ્રેમસંબંધ કેળવ્યો, મોટી ટાંકી ચોક પાસેની હોટલમાં કુકર્મ આચર્યું

    13 hours ago

    રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે ગીર ગઢડા પંથકની 23 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પોતે નર્સિંગ તરીકે નોકરી કરતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફત નિકુલ ચૌહાણ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને બંન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી નર્સને ગર્ભવતી બનાવી દેતા યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો આરોપી યુવતીને અપનાવવા કે લગ્ન કરવા તૈયાર ન થતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી નોકરી કરતી ગીર ગઢડા પંથકની 23 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તળાજાના નિકુલ સુરેશ ચૌહાણનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે રાજકોટની એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી નોકરી કરતી હતી. દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક nikchauhan વાળી આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો. જેને રીપ્લાઇ આપ્યો ન હતો પરંતુ ત્યારબાદ ત્રણ-ચાર દિવસ પછી બીજી વખત આવ્યો કે કેમ તમે રીપ્લાઈ નથી આપતા, મારે તમને પુછવું છે કહેતા અમારે વાતચીત શરૂ થઇ હતી. લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું મેસેજ કરનારે પોતાનું નામ નિકુલ ચૌહાણ જણાવ્યું હતું ત્યાર બાદ બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થતા વોટ્સએપમાં તેમજ કોલ ઉપર વાતચીત થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને એકાદ વર્ષ પહેલા આરોપીએ ફોન કરી કહ્યું કે, હુ તને રાજકોટ મળવા આવુ છુ. પછી બન્ને ગાર્ડનમા મળ્યા હતા આ વખતે નિકુલ ચૌહાણે કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ, જેથી તેને લગ્ન માટે હા પાડેલ અને ત્યારબાદ મોટી ટાંકી ચોક પાસે આવેલ સ્ટાર પેલેસ નામની હોટેલમા લઈ ગયો અને ત્યાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ નિકુલ ચૌહાણે લગ્નની લાલય આપી સ્ટાર પેલેસ નામની હોટેલમા અવારનવાર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. ગર્ભવતી બનતા લગ્ન કરવાની ના પાડી નંબર બ્લોક કરી દીધો ત્રણ મહિના બાદ તેણી પ્રેગ્નેટ હોવાની જાણ થતા નિકુલ ચૌહાણને ફોન કરી પોતે ગર્ભવતી હોવાની વાત કરતા તેણે કહ્યું કે, આપણે લગ્ન કરવાના જ છે અને આપણું જ બાળક હોય જેથી ભલે રહ્યું. જાન્યુઆરી 2026મા ગર્ભવતી હોવાની જાણ મમ્મી-પપ્પાને ન થાય તે માટે ખુલતા કપડા પહેરતી હતી. આ સમય દરમિયાન નિકુલને લગ્ન કરવાનું કહેતા તેણે મને લગ્ન કરવાની ના પાડી દીધી અને નંબર બ્લોક કરી નાખ્યો હતો. ગઈ તા.24.04.2026ના રોજ આંચકી આવતા તેણી બેભાન થઈ જતા પ્રથમ ઉના હોસ્પિટલ અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તેણી પ્રેગનેટ હોવાની જાણ કરતા પરિવારને બનાવ અંગે જાણ થઇ હતી. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તા.25.04.2026ના વહેલી સવારે બાળકીનો જન્મ થયા બાદ પરિવારને સમગ્ર મામલે હકીકત જણાવી વાત કરી હતી. ત્યારબાદ યુવતીના જીજાજીએ નિકુલને આ બાળકીના જન્મની વાત કરતા નિકુલે કહ્યું કે, હુ મારા પરિવારના સભ્યોને લઈ હોસ્પિટલ આવીસ પરંતુ આજ સુધી તે ન આવતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસે આરોપી નિકુલ સુરેશભાઇ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CM યોગીએ કહ્યું- મારીચ અને સુબાહુ લેન્ડ જેહાદી હતા:રામ લવ જેહાદ રોકવા માટે આદર્શ ઉદાહરણ, લખનઉમાં રામભદ્રાચાર્યની કથામાં પહોંચ્યા
    Next Article
    પાટડીમાં રોહીદાસ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા:ખારાપાટ રોહિત સમાજ અને 54 ગામ નાત દ્વારા મહોત્સવ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment