Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિત-હાર્દિકે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો:અફઘાનિસ્તાન સામે વન-ડે સિરીઝમાં રમશે; કોહલી પહેલેથી જ બહાર થઈ ચૂક્યો છે

    10 hours ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારથી શરૂ થનારી 3 વન-ડે મેચની સિરીઝમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ રમશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બંનેએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તેઓ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. તાજેતરમાં યોજાયેલા IPL દરમિયાન રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા બેક સ્પાઝમના કારણે હેરાન હતો. બન્ને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. રોહિત-હાર્દિકને વન-ડે સિરીઝ માટે ફિટનેસને રિપોર્ટ આવે તે રીતે ટીમમાં સામેલ કર્યા હતા. હવે BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)એ બંનેને ફિટનેસ ક્લિયરન્સ આપી દીધું છે. કોહલી પહેલાથી જ સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે વિરાટ કોહલી હેમસ્ટ્રિંગના કારણે ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે. IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતી વખતે તેની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. સ્ક્વોડની જાહેરાત સમયે BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકરે જણાવ્યું હતું કે કોહલીની રિકવરીનો ચોક્કસ સમય હજુ નક્કી નથી. ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ સુધી તે ફિટ થઈ શકે છે, પરંતુ તે પાક્કું નથી. કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલને અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. ત્રણ વન-ડે મેચ રમાશે અફઘાનિસ્તાન સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ 12 જૂનથી ધર્મશાલામાં શરૂ થશે. બીજી મેચ 17 જૂને લખનઉમાં અને ત્રીજી મેચ 20 જૂને ચેન્નઈમાં રમાશે. ભારતની વન-ડે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે. અફઘાનિસ્તાનની વન-ડે ટીમ: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવિશ રસુલી, રહમત શાહ, ઇકરામ અલીખિલ, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, નાંગેયાલિયા ખારોટે, અલ્લાહ ગઝનફર, ઝિયા ઉર રહેમાન, ફરીદ મલિક, બિલાલ સામી. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. આ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભારતની અગાઉની સૌથી મોટી જીત એક ઇનિંગ્સ અને 272 રનના માર્જિનથી હતી, જે 2018માં રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી. મેચના ત્રીજા દિવસે સોમવારે અફઘાનિસ્તાનની ટીમ બીજી ઇનિંગ્સમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ પહેલા ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ 564/8ના સ્કોર પર જાહેર કરી હતી. તેના જવાબમાં અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સ 152 રન પર સમેટાઈ ગઈ હતી અને તેને ફોલોઓન રમવું પડ્યું હતું. અફઘાનિસ્તાનની બીજી ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદરે 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથાર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી. સુથારે અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી હતી. આમ તેણે મેચમાં 7 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Project Ganga Press Conference Live: लखनऊ में प्रोजेक्ट गंगा पर प्रेस वार्ता। UP News | Live Update
    Next Article
    CM યોગીએ કહ્યું- મારીચ અને સુબાહુ લેન્ડ જેહાદી હતા:રામ લવ જેહાદ રોકવા માટે આદર્શ ઉદાહરણ, લખનઉમાં રામભદ્રાચાર્યની કથામાં પહોંચ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment