Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રીટ ડોગના મૃત્યુ પર રડી પડી મંજરી ફડનીસ:એક્ટ્રેસે શ્વાનની માર મારીને હત્યાનો દાવો કર્યો ને ન્યાયની માંગ કરી

    19 hours ago

    એક્ટ્રેસ મંજરી ફડનીસે એક સ્ટ્રીટ ડોગને કથિત રીતે માર મારીને હત્યા કરવાના મામલે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. માયકીની સંભાળ મંજરી અને તેમની સોસાયટીના અન્ય રહેવાસીઓ છેલ્લા સાત વર્ષથી રાખી રહ્યા હતા. મંજરીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને જણાવ્યું કે માયકી નામનો લાંબા વાળવાળો સ્ટ્રીટ ડોગ હતો, જેને તેના પરિવારે છોડી દીધો હતો. તે 2019-20થી સોસાયટીમાં રહી રહ્યો હતો. થોડા સમય પહેલા તેના અચાનક ગુમ થયા બાદ રહેવાસીઓ તેની શોધખોળમાં લાગી ગયા હતા. તેણે જણાવ્યું કે માયકીને શોધવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા, સુરક્ષા ગાર્ડ અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેનો કોઈ પત્તો લાગી શક્યો નહીં. ‘માયકી પર હુમલો થયો’ મંજરી અનુસાર, બાદમાં એક વ્યક્તિએ કથિત રીતે સ્વીકાર્યું કે માયકી પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે બિલ્ડિંગના બેઝમેન્ટ વિસ્તાર પાસે સૂઈ રહ્યો હતો. એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે તેના માથા પર કોઈ મોટા લાકડા કે લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ તેને સીડીઓ પાસે ઘસડીને વધુ મારવામાં આવ્યો. તેણે એવો પણ દાવો કર્યો કે ઘાયલ ડોગને બાદમાં એક કોથળામાં નાખીને બિલ્ડિંગની પાછળ આવેલા ખાડી વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો. મંજરીએ કહ્યું કે હાલ તેના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. મંજરીએ માયકી માટે ન્યાયની માંગ કરી વીડિયોમાં ભાવુક થતા મંજરીએ સ્ટ્રીટ એનિમલની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા અને આ મામલે ન્યાયની માંગ કરી. તેમણે કહ્યું કે માયકી ખૂબ જ શાંત સ્વભાવનો ડોગ હતો અને સોસાયટીના લોકો તેની સંભાળ રાખતા હતા. તેઓ તેને ઘરે લઈ જઈને નવડાવતા, ગ્રૂમિંગ કરતા હતા. ઘણી ફિલ્મોમાં પણ બનાવી ચૂક્યા છે ઓળખ મંજરી ફડણિસ પશુપ્રેમી છે અને સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત પોસ્ટ શેર કરે છે. કરિયરની વાત કરીએ તો તેમને ઇમરાન ખાન અને જેનેલિયા ડિસોઝા સાથે ફિલ્મ ‘જાને તુ... યા જાને ના’થી ઓળખ મળી. તે ‘ગ્રાન્ડ મસ્તી’, ‘વોર્નિંગ’, ‘કિસ કિસકો પ્યાર કરું’, ‘હોટલ મિલન’ સહિત હિન્દી અને પ્રાદેશિક સિનેમાના ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    What happened at the INDIA bloc meeting? Pushback against Congress, conciliatory end
    Next Article
    મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ, સફાઈ અભિયાન:વોર્ડ નં. 9ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ આપ્યો જનજાગૃતિનો સંદેશ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment