Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય નિમિષાબેન સુથારે કોલિયારી ડેમ કેનાલની મુલાકાત લીધી:હડફ ડેમનું પાણી પહોંચાડવાની યોજનાનું નિરીક્ષણ કર્યું; ઝડપથી કામ પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું

    2 days ago

    પંચમહાલના મોરવા હડફ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા અને કૃષિ ઉત્પાદન વધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ યોજનાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા કોલિયારી ડેમની કેનાલમાં હડફ ડેમનું પાણી પહોંચાડવાની આ યોજનાનું નિરીક્ષણ કરાયું. ધારાસભ્ય નિમિષાબેન સુથારે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે કામગીરી અંગે માહિતી મેળવી અને યોજના ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ યોજનાના અમલીકરણથી પ્રારંભિક તબક્કામાં રસુલપુર, મોંજરી, કશનપુર, નાટાપુર અને ખાબડા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. અધિકારીઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં યોજનાની કામગીરી શરૂ કરવામાં આવશે. યોજના પૂર્ણ થયા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે ખેતીની ઉત્પાદકતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે. સ્થાનિક ખેડૂતો આ યોજનાથી સિંચાઈના પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ આવવાની અપેક્ષા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પિતાએ થેલેસેમિયાગ્રસ્ત પુત્રની યાદમાં રક્તદાન કેમ્પ યોજ્યો:સળંગ 15 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ , 76 રક્તદાતાઓએ રક્તદાન કર્યું
    Next Article
    तेल की सप्लाई का संकट गहराया, दाम बढ़ने का दबाव, सरकार ने किया इंकार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment