Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી:ક્રીડા ભારતી દ્વારા સાયકલ રેલીનું આયોજન; ઇંધણ બચાવવા અને સ્વાસ્થ્ય સુધારવા અપીલ

    2 days ago

    વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પાટડી નગરમાં ક્રીડા ભારતી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણ શ્રી લાલજી મહારાજની જગ્યાના મહંત ગિરધરદાસજી મહારાજ દ્વારા ભગવો ધ્વજ ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, મહામંત્રી ભરતભાઈ દરજી અને પ્રતિકભાઈ પાલીયા, પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા, ક્રીડા ભારતીના સંયોજક વિજયભાઈ વ્યાસ, દલસુખભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પાવરા, વિભાગ વ્યવસ્થા પ્રમુખ ચંદ્રેશભાઈ આચાર્ય, સુરેશભાઈ હદાણી, વિમલભાઈ દરજી સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, વી.એચ.પી. બજરંગદળના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. મહંત ગિરધરદાસજી મહારાજે પર્યાવરણ અને ઇંધણ બચાવવા તેમજ સ્વાસ્થ્ય સુધારવા માટે સાયકલને રોજિંદા જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આશિષભાઈ પાલડિયા સહિતના સ્વયંસેવકોએ સઘન જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક સ્થળોએ ફરવા જતા સાવધાન!:દ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ પર સર્ચ કરતા ફેક વેબસાઇટથી ગઠિયાએ ફ્રોડ આચર્યુ
    Next Article
    Tapi Fertilizer Shortage News | તાપીમાં ખાતર માટે લાગી ખેડુતોની લાંબી કતારો | Fertilizer Shortage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment