Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાર્મિક સ્થળોએ ફરવા જતા સાવધાન!:દ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ પર સર્ચ કરતા ફેક વેબસાઇટથી ગઠિયાએ ફ્રોડ આચર્યુ

    2 days ago

    શહેરમાં સાયબર ગઠિયાઓએ હવે ઠગાઈ કરવા માટે નવા-નવા પેંતરા અજમાવવાનું શરૂ કર્યું છે. ગઠિયાઓએ હવે ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરીને યાત્રાધામોની આસપાસ આવેલી જાણીતી હોટલો અને જ્ઞાતિની વાડીઓની નકલી વેબસાઇટ બનાવીને લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ જ્વેલરી શોરૂમને પણ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સંદર્ભે અમદાવાદના બોડકદેવ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કરોડો અને હજારો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તીર્થધામ દ્વારકામાં રૂમ બુકિંગના નામે યુવક સાથે છેતરપિંડી પ્રથમ બનાવની વિગતો મુજબ, અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય યુવકે પરિવાર સાથે દ્વારકા દર્શનાર્થે જવાનું આયોજન કર્યું હતું. દ્વારકા ખાતે આવેલા જાણીતા ‘કડવા પટેલ સમાજ ભવન’માં એડવાન્સ બુકિંગ કરાવવા માટે યુવકે ગૂગલ પર સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન ગઠિયાઓ દ્વારા બનાવાયેલી એક ફેક વેબસાઇટ ખૂલી હતી, જેમાં ‘વેલકમ ટુ કડવા પટેલ સમાજવાડી’ લખેલું હતું અને સંપર્ક માટે કોલ તથા વોટ્સએપના વિકલ્પો આપેલા હતા. યુવકે તે નંબર પર સંપર્ક સાધતા સામેવાળી વ્યક્તિએ વોટ્સએપ ચેટિંગ દ્વારા બુકિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. ગઠિયાએ બે દિવસના ભાડા અને રસીદના મળીને કુલ રૂ. 6600નો ચાર્જ જણાવી યુવકને એક ક્યૂઆર (QR) કોડ મોકલ્યો હતો. યુવકે પોતાના ક્રેડિટ કાર્ડથી રૂ.16,600નું પેમેન્ટ કર્યું હતું, પરંતુ સામેવાળી વ્યક્તિએ અલગ-અલગ પેમેન્ટ કરવાનું બહાનું ધરીને યુવક પાસેથી વારાફરતી ત્રણ વાર નાણાં પડાવી લીધા હતા. બાદમાં સર્વર એરર હોવાનું કહીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પોતાની સાથે રૂ. 19,800ની ઠગાઈ થઈ હોવાનું જણાતા યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્વેલરી શો-રૂમમાં પાન-આધાર કાર્ડના નામે રૂ. 50 લાખનું સોનું પડાવ્યું બીજો ચોંકાવનારો કિસ્સો સી.જી. રોડ પર આવેલી જાણીતી ‘ઝવેરી એન્ડ કંપની’ નામના જ્વેલરી શોરૂમમાં સામે આવ્યો છે. શોરૂમના મેનેજર મુકેશભાઇ કંસારાને એક અજાણ્યા શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેણે 10 ગ્રામની 60 સોનાની લગડીઓનો ભાવ પૂછ્યો હતો. વિશ્વાસ જીતવા માટે આ ગઠિયાએ શોરૂમના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને વોટ્સએપ પર પાનકાર્ડ અને આધારકાર્ડના ફોટા મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દસ્તાવેજોમાં બેંગ્લોરના દેબાસીસ રોય ચૌધરી અને હરીપ્રસાદ વેંકટેસ નામના વ્યક્તિઓની વિગતો દર્શાવેલી હતી. પોલીસ એકાઉન્ટ ફ્રીઝ કરતા કરોડોના કૌભાંડનો ભાંડો ફૂટ્યો બીજા દિવસે ગઠિયાએ દેબાસીસ રોયના બેંક ખાતામાંથી જ્વેલરી કંપનીના ખાતામાં રૂ. 50 લાખ ઓનલાઈન આરટીજીએસ (RTGS) કર્યા હતા. નાણાં જમા થતાં જ સાંજે હરીપ્રસાદ નામનો શખ્સ શોરૂમ પર પહોંચ્યો હતો અને દેબાસીસનું નામ આપીને કુલ ૬૨૬ ગ્રામ વજનના ૫૨ ગોલ્ડ બિસ્કીટની ડિલીવરી લઈને રફુચક્કર થઈ ગયો હતો. જોકે, થોડા સમય બાદ પોલીસે આ 50 લાખની રકમ વાળું કંપનીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા શોરૂમ સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. કંપનીએ આ મામલે આંતરિક તપાસ કરાવી ત્યારે માલૂમ પડ્યું હતું કે બેંગ્લોર પોલીસે એક મોટા સાયબર ફ્રોડના ગુનાની તપાસ અંતર્ગત આ એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. સાયબર ગઠિયાઓએ બેંગ્લોરના કોઈ અન્ય નાગરિક સાથે છેતરપિંડી કરીને મેળવેલા રૂ. 50 લાખ સીધા અમદાવાદના જ્વેલરી શોરૂમમાં ટ્રાન્સફર કરી દીધા હતા અને બદલામાં અસલી સોનું મેળવીને તંત્રની આંખમાં ધૂળ નાખી હતી. આમ, જ્વેલરી શોરૂમને અડધા કરોડ રૂપિયાનો આર્થિક ચૂનો લાગતા આખરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ સોશિયલ મીડિયા નેટવર્કના આધારે તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.1.78 કરોડના સાયબર ફ્રોડમાં 9 ની ધરપકડ:ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0: ફ્રોડની રકમની રિકવરી બાકી, માસ્ટર માઇન્ડ સુધી પોલીસ ન પહોંચી શકી
    Next Article
    પાટડીમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી:ક્રીડા ભારતી દ્વારા સાયકલ રેલીનું આયોજન; ઇંધણ બચાવવા અને સ્વાસ્થ્ય સુધારવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment