Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કામદારોના પ્રશ્ને મેયરને રજૂઆત:કાયમી સફાઈ કામદારોની ભરતીમાં તમામને મોકો, રોગીઓના રાજીનામા મંજૂર કરવાની માંગ

    3 days ago

    રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મહાનગરપાલિકામાં 07-03-2024 ના 1232 સફાઈ કામદારોની ભરતી મંજૂર થઈ હતી. આ ભરતીમાં સમગ્ર સમાજના લોકોને લાભ આપવામાં આવે, દાદા - દાદી અને માતા-પિતાવાળો નિયમ રદ કરી દરેક લોકો ફોર્મ ભરી શકે તેવો નિયમ બનાવવામાં આવે. બીજી માંગણી એ હતી કે મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે તેમાં જે રોગનો ભોગ બન્યા છે અને સ્વૈચ્છિક રાજીનામાઓ મૂક્યા છે તે નામંજૂર થયા છે અને જે જાહેર મંચ પર ઠેકડા મારે છે, રમી શકે છે અને દોડી શકે છે તે લોકોના રાજીનામાઓ મંજૂર થઈ ગયા છે. આમાં પૂરેપૂરો વહીવટ ચાલે છે અને પૈસાના સેટિંગ થયા છે. જેથી અમે તેનો વિરોધ કર્યો છે અને અહીં આવેલા જે લોકો બીમાર છે તેમના રાજીનામાં નામંજૂર થયા છે તે મંજૂર કરવામાં આવે તેવી માંગણી છે. રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા છે તે કરોડો રૂપિયાના સફાઈ કામદારોના પૈસા ખાઈ ગયા છે. તે રૂપિયા સફાઈ કામદારોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી પણ માંગણી છે. એજયુ મોલના સંચાલક સામે પેસેફિક પ્લાઝાના ઓફિસ ધારકોનો વિરોધ રાજકોટ શહેરમાં નાનામવા રોડ ઉપર એજયુ મોલ આવેલો છે. જ્યાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જોકે અહીં ખરીદી માટે આવતા વાલીઓને એજયુ મોલની સામે આવેલા પેસેફિક પ્લાઝા પાસે વાહનો પાર્ક કરવાનું કહેવામાં આવતા વાલીઓ આ બિલ્ડીંગ પાસે વાહનો રાખે છે ત્યારે આજે 6 જૂનના પેસેફિક પ્લાઝામાં ઓફિસ ધરાવનારા એકત્ર થયા હતા અને વાલીઓને અહીં વાહન ન રાખવા માટે વિનંતી કરી હતી આ સાથે જ તેમણે બતાવ્યું હતું કે એજયુ મોલને વાહનોના પાર્કિંગ માટે બેઝમેન્ટ આપેલું છે. જોકે તેનો ઉપયોગ પુસ્તકોના વેચાણ માટે કરવામાં આવે છે. આ રીતે એજયુ મોલના સંચાલકો સામે રોસ વ્યક્ત કર્યો હતો. PM લાઇટ હાઉસની ભેટથી રાજકોટના 1144 પરિવારોના જીવનમાં ફેલાયો ઉજાસ રાજકોટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંબંધ પણ વિશેષ રહ્યો છે. મુખ્યમંત્રી તરીકેની તેમની રાજકીય સફરમાં ધારાસભ્ય તરીકે રાજકોટથી પ્રથમવાર ચૂંટાયેલા હતાં, આજે વડાપ્રધાન તરીકે તેઓ દેશને વિકાસના નવા શિખરો સર કરાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત સમગ્ર દેશમાં માત્ર 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટને સ્થાન મળ્યું હતું, જે શહેર માટે ગૌરવની બાબત છે.રાજકોટ ઉપરાંત લખનૌ, રાંચી, અગરતલા, ઇન્દોર અને ચેન્નઈમાં પણ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે રૂ.118 કરોડના ખર્ચે 1144 આવાસોના નિર્માણનું ખાતમુહૂર્ત વર્ષ 2021માં પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ખુબજ ટૂંકા ગાળામાં તેનું નિર્માણ પૂર્ણ કરી 19 ઓક્ટોબર, 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ખેરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, માવતર પક્ષનો જમાઈ સામે આક્ષેપ:તો બીજા બનાવમાં રાજકોટ જેલમાં હત્યા કેસમાં સજા કાપતાં પોરબંદરના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત
    Next Article
    7 PM Gujarati News | 7 વાગ્યાના ગુજરાતના સોથી મોટા સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment