Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, માવતર પક્ષનો જમાઈ સામે આક્ષેપ:તો બીજા બનાવમાં રાજકોટ જેલમાં હત્યા કેસમાં સજા કાપતાં પોરબંદરના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત

    3 दिन पहले

    રાજકોટ નજીક ખેરડી ગામે 35 વર્ષીય કંચનબેન સવજીભાઈ જમોડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા 108ની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ માવતર પક્ષના ભારે વિરોધ અને શંકાઓને પગલે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં કંચનબેનના લગ્ન 12 વર્ષ પહેલાં ખેરડીના સવજી જમોડ સાથે થયા હતા અને તેમને ત્રણ સંતાનો છે. પરિણીતાના પરિવારજનો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા આઠેક મહિનાથી સવજીના અન્ય કોઈ મહિલા સાથેના અનૈતિક સંબંધોને કારણે ઘરમાં કંકાસ ચાલતો હતો. સવજી અવારનવાર કંચનબેન સાથે મારકૂટ કરતો હતો અને ક્યારેક 15-15 દિવસ સુધી ઘરે પણ આવતો ન હતો. આ અગાઉ કંચનબેન રિસામણે પણ આવ્યા હતા, પરંતુ સામાજિક રીતે સમાધાન કરીને તેમને પરત મોકલાયા હતા. જેલમાં હત્યા કેસમાં સજા કાપતાં વૃદ્ધ કેદીનું બીમારીથી મોત રાજકોટ જેલમાં સજા કાપતા પોરબંદરના મગનભાઈ ભાડજાનું મોત નીપજ્યું હતું. મગનભાઈ પરસોત્તમભાઈ ભાડજા (ઉં.વ.82)ને લાંબા સમયથી ટીબીની બીમારી હતી અને બીમારી સબબ તબિયત લથડતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન ગઈકાલે(5 જૂન) તેનું મોત નીપજ્યું હતું. હત્યાના ગુનામાં મગનભાઈને સજા પડતા તેઓ રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપી રહ્યા હતા દરમિયાન બીમારી સબબ ગઈકાલે મગનભાઈના મૃત્યુ બાદ પ્રદ્યુમન નગર પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કા કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યું રાજકોટ શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સંજય હિંમતભાઈ થડેશ્વર (ઉ.વ.39) 8.30 વાગ્યા આસપાસ ભુપેન્દ્ર રોડ પર બાલાજી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની દુકાને હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. હાલ એ ડિવિઝન પોલીસે ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો એ અંગે યુવકની પુછપરછ હાથ ધરી છે. કાળીપાટ ચોકડી પાસેથી રૂ.1.40 લાખનો દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ રાજકોટ શહેર પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, એક સ્વીફટ કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તે બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ પર કાળીપાટ ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે જીજે.03.પીજી.3729 નંબરની સફેદ રંગની મારૂતિ સ્વિફટ કારને અટકાવી તેની તલાશી લીધી હતી. જેમાં તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 528 બોટલ રૂ.1,40,112નો જથ્થો મળી આવતા દારૂના જથ્થા સાથે કોઠારીયા રોડ પર રહેતા ધવલ વિજય સોલંકી (ઉ.વ.28)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધેય હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ 6,45,112 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પુછપરછમાં પકડાયેલ શખ્સ જસદણથી દારૂનો જથ્થો લાવી અને રાજકોટમાં તે છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની કબૂલાત આપી હતી. હલેન્ડા નજીકથી રૂ.63 લાખનો દારૂ ભરેલો ટ્રક SMCએ ઝડપી પાડ્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમને બાતમી મળી હતી કે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ પાસે તુલસી હોટલના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન કુલ રૂ. 97,16,060ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂની 5280 બોટલ કિંમત રૂ.63,14,400, ટ્રક કિંમત રૂ. 20,00,000, લિક્વિડ ડિટર્જન્ટની બેગ 2340 નંગ કિંમત રૂ.14,01,660 કબજે કરી આજીડેમ પોલીસને જથ્થો સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન સ્થળ પરથી કોઈ આરોપી હાથ લાગ્યા ન હતા જેથી પોલીસે ટ્રક ડ્રાઈવર, દારૂ મંગાવનાર વ્યક્તિ, દારૂ મોકલનાર વ્યક્તિ અને ટ્રકના માલિક એમ કુલ 4 અજાણ્યા શખ્સો સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબી રોડ સેટેલાઈટ ચોક મહેશ્વરી સોસાયટી મેઇન રોડ પર આશાપુરા કૃપા નામના મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં તપાસ કરતા મકાનમાં બે થેલામાં તથા અહીં પડેલા જયુપીટર નંબર જીજે.03.પીકે.0820 માં મળી કુલ દારૂના 96 ચપલા મળી આવ્યા હતા. પોલીસે મકાનમાં હાજર મહિલાની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નયનાબેન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેનો ભાણેજ અંકિત વસંતભાઈ ભદ્રા અહીં જ્યુપિટર તથા થેલો રાખી ગયો હતો અને થેલામાં કપડાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને સ્કુટર સહિત રૂ. 74,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી અંકિત ભદ્રાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિંદ્રાધીન વૃદ્ધાને બચકા ભર્યા ભોમેશ્ર્વર મંદિર પાસે બંધ શેરીમાં ભાડાના મકાનમાં રહેતાં જસુબેન વિઠ્ઠલભાઈ સોલંકી નામના 65 વર્ષીય વૃધ્ધા પોતાના ઘરે સુતા હતાં ત્યારે વહેલી સવારના સમયે હડકાયા કૂતરાએ મોંઢાના ભાગે બચકા ભરી લીધા હતાં. વૃધ્ધાને આંખ અને ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમાં જસુબેન સોલંકીના પતિ હાલ હયાત નથી અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. જસુબેન સોલંકી રાત્રીના સમયે ગરમીના કારણે દરવાજો ખુલ્લો રાખી દરવાજા પાસે માથુ રાખીને સુતા હતા દરમિયાન વહેલી સવારે ધસી આવેલા હડકાયા કૂતરાએ નિંદ્રાધીન વૃધ્ધાના ગાલ અને આંખ પર બચકા ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મુળીમાં જુગારધામ પર LCB ત્રાટકી:એક વાડીના મકાનમાં જુગાર રમતાં 19 શખસ ઝડપાયા, રોકડા અઢી લાખ સાથે ₹27.55 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજકોટમાં કામદારોના પ્રશ્ને મેયરને રજૂઆત:કાયમી સફાઈ કામદારોની ભરતીમાં તમામને મોકો, રોગીઓના રાજીનામા મંજૂર કરવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment