Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ખુની છું, તારું ખૂન કરી નાખીશ':અમદાવાદમાં કિન્નરને વોટ્સએપ ગ્રુપમાં વીડિયો અને વોઈસ મેસેજ મારફતે પાંચ કિન્નરોએ ધમકી આપી

    8 hours ago

    શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને વોટ્સએપ ગ્રુપમાં પેટલાદના અખાડાના પાંચ જેટલા કિન્નરો દ્વારા ધમકી આપવામાં આવી છે. જાતિ વિષયક શબ્દો બોલીને અપમાન કર્યું હતું. એક કિન્નરે હું ખુની છું, મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી પણ આપી હતી. વોટ્સએપ ગ્રુપમાં ધમકી આપવામાં આવતા કિન્નરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગ્રીન ક્રોસ સોસાયટીની બાજુમાં માતાજીનો મઢ આવેલો છે જેમાં હિતેશભાઈ શ્રીમાળી ઉર્ફે સંગીતા દે પાવૈયા તેમના ગુરુ સાનિયા દે અને અન્ય 15 કિન્નરો સાથે રહે છે. નારોલ ગામમાં યજમાન વૃત્તિ ઉઘરાવવાનું કામ કરે છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં આશરે 300 જેટલા કિન્નરો ગ્રુપમાં છે. ગ્રુપ એડમીન તરીકે પેટલાદ અખાડામાં અગાઉ આરતી બાપુના મઢ ખાતે કિન્નર ગ્રુપમાં ઝારા કુવર અને અન્ય કિન્નરની સાથે રહેતા હતા. તેમની સાથે ફાવતું ન હોવાથી જુદા થઈ અને સાનિયા દે સાથે અમદાવાદ રહેવા આવ્યા હતા. જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા 10 માર્ચના રોજ સાંજના સમયે જ્યારે સંગીતા દે આરામ કરતા હતા ત્યારે વોટ્સએપમાં જય મેલડી માં ગ્રુપમાં એક વીડિયો મેસેજ આવ્યો હતો. જે વીડિયો જોતા પેટલાદ ખાતે રહેતા આરતી કુવરે વીડિયો ક્લિપ મોકલી હતી. સંગીતા દે ને સંબોધીને મોકલવામાં આવેલી હતી. આરતી કુવર ઉર્ફે સમીરખાન ઝારા કુવર મરાઠી દ્વારા જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા અને અપમાનિત કરતી બે વીડિયો ક્લિપ મોકલી હતી. કાજલ કુવર નીલમ કુંવર તથા જ્યોતિ કુવરે સાથે મળીને વોઇસ કોલ ઉપર સંગીતા દે અને તેમના ચેલાઓને જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઝારા કુવરે હું ખૂની છું મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી આપતા વોઇસ મેસેજ મોકલ્યો હતો. આ વોઈસ રેકોર્ડિંગ અને વીડિયો ક્લિપ પણ પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું અને આ બાબતે પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોસાડ લેક ગાર્ડન બન્યો દારૂડિયાઓનો અડ્ડો!:બાંકડા સહિતની જગ્યાએથી દારૂની ખાલી બોટલો મળી; CCTV-સેક્યુરિટી શોભાના ગાંઠિયા
    Next Article
    The Hundred 2026 Auction Live Updates: Joe Root Sold To Welsh Fire For 240,000 Pounds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment