Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે

    12 hours ago

    અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. મધ્યપ્રદેશ: બ્લેકમાં કોમર્શિયલ સિલિન્ડર 4000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે 1,918 રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર ભોપાલમાં બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે ભોપાલના બરખેડા પઠાણીમાં ભારત ગેસની એજન્સી પર ખુલ્લેઆમ 4 હજારમાં સિલિન્ડર વેચાઈ રહ્યું છે. સરકારે કાળાબજાર રોકવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે, પરંતુ કાળાબજાર કરનારાઓ પર તેની કોઈ અસર થઈ નથી. આ કૌભાંડમાં એક ખાનગી ગેસ એજન્સી સંચાલક, કર્મચારીઓ અને દલાલો પણ સામેલ છે. આ ઉપરાંત ગેસની ગેરકાયદેસર રિફિલિંગ કરનારાઓ પણ તકનો લાભ લઈ રહ્યા છે. બિહાર: બ્લેકમાં 1800 રૂપિયામાં મળી રહ્યો છે ઘરેલુ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરની અછતને કારણે તેની કાળાબજારી વધી ગઈ છે. 918 રૂપિયામાં મળતા ગેસ સિલિન્ડરને બ્લેકમાં વેચનારા 1700 થી 1800 રૂપિયા સુધી લઈ રહ્યા છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સામાન્ય કિંમત 1910 રૂપિયા છે, તેના બ્લેકમાં 5000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ગેસના બાટલાની બૂમરાણ ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો… ઉત્તર પ્રદેશ: બ્લેકમાં 1600 રૂપિયા આપવા પર તરત મળી રહ્યો છે સિલિન્ડર દેશમાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે તેના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. લખનઉમાં દિવસભર લાઇનમાં ઊભા રહેવા છતાં લોકોને સિલિન્ડર મળી રહ્યું નથી. લોકોનો દાવો છે કે આ બધા છતાં 950 રૂપિયાવાળો સિલિન્ડર 1600 રૂપિયા આપવા પર તરત મળી રહ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પણ 3500 રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ છે. પંજાબ: લોકો એજન્સીઓ સામે સિલિન્ડર લઈને લાઈનોમાં ઊભા છે, છતાં ગેસ નથી મળી રહ્યો પંજાબમાં કોમર્શિયલ સિલિન્ડર મળવાના બંધ થઈ ગયા છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરો માટે પણ બુકિંગમાં સમસ્યા આવી રહી છે. યુદ્ધ પહેલાં જ્યાં ઘરેલુ સિલિન્ડર ઘરોમાં ડિલિવર થતા હતા, હવે સ્થિતિ એવી છે કે લોકો એજન્સીઓ સામે સિલિન્ડર લઈને લાઈનોમાં ઊભા છે. છતાં તેમને ગેસ નથી મળી રહ્યો. જલંધરમાં લોકો કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં ખરીદવા મજબૂર છે. અહીં જે સિલિન્ડર પહેલા 1600 રૂપિયામાં મળતો હતો, તે હવે 3500 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે, તમામ જિલ્લાના વહીવટી અધિકારીઓ જણાવી રહ્યા છે કે LPGની કોઈ સમસ્યા નથી. તેમની પાસે ગેસનો ભરપૂર ભંડાર છે. રાજસ્થાન: મેસ અને હોસ્ટેલોમાં ભોજન સપ્લાય કરવું મુશ્કેલ બની રહ્યું છે ગેસનો પુરવઠો પ્રભાવિત થવાને કારણે કોમર્શિયલ અને ઘરેલું ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે. સરકારે ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. કાળાબજાર રોકવા માટે ટીમો દરોડા પાડી રહી છે. કોટામાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લાકડા અને કોલસાની ભઠ્ઠીની માગ વધી ગઈ છે. મેસ અને હોસ્ટેલો માટે 35 થી 40 કિલો વજનની ભઠ્ઠીઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ વધતી માગને કારણે સપ્લાય કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઉત્તરાખંડ: હોટલ-ઢાબાના મેનૂમાંથી 70% ફૂડ આઇટમ ગાયબ દેહરાદૂન અને હલ્દ્વાનીમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરનો પુરવઠો પ્રભાવિત થવાથી હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને લારી ચલાવનારાઓ સામે મોટું સંકટ ઊભું થયું છે. સિલિન્ડરની અછતને કારણે ઘણી સંસ્થાઓએ તેમના મેનૂમાંથી લગભગ 70% ફૂડ આઇટમ્સ હટાવી દીધી છે, જ્યારે ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થામાં લાગી ગયા છે. હરિયાણા: LPG સ્ટોક ઘટ્યો, OTP નથી આવી રહ્યો ઘરેલું સિલિન્ડરોની ડિલિવરી જે પહેલા 1-2 દિવસમાં થઈ જતી હતી, હવે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે. હિસાર, સોનીપત, ફતેહાબાદ, હાંસી, કૈથલ, રેવાડી અને ફરીદાબાદમાં ગેસ એજન્સીઓની બહાર લોકોની લાંબી કતારો લાગી છે. સંકટનો સામનો કરવા સરકારે 5 જરૂરી પગલાં લીધા 1. ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના: સંકટને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ મંત્રાલયે ત્રણ તેલ કંપનીઓના કાર્યકારી નિર્દેશકોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે, જે પુરવઠાની સમીક્ષા કરશે. 2. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ: ગેસના પુરવઠાને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955' લાગુ કર્યો છે. 3. 25 દિવસ પછી થશે LPG બુકિંગ: ઘરેલું સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપભોક્તા એક સિલિન્ડર ડિલિવર થયા પછી બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક થશે. 4. OTP અને બાયોમેટ્રિક ફરજિયાત: ગેસની સંગ્રહખોરી રોકવા માટે ડિલિવરી એજન્ટ OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. 5. LPG ઉત્પાદન વધારવાનો આદેશ: સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે હવે ઉત્પાદન 10% વધી ગયું છે. સપ્લાય સંકટના 2 કારણો 1. હોર્મુઝ સ્ટ્રેટનું લગભગ બંધ થવું ભારત માટે સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બંધ થવું છે. આ લગભગ 167 કિમી લાંબો જળમાર્ગ છે, જે ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો નથી. ખતરાને જોતા કોઈ પણ તેલ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું નથી. દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરબ, ઇરાક અને કુવૈત જેવા દેશો પણ પોતાના નિકાસ માટે આના પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું 50% ક્રૂડ ઓઇલ અને 54% એલએનજી આ જ રસ્તેથી મંગાવે છે. ઈરાન પોતે આ જ રૂટથી નિકાસ કરે છે. 2. પ્લાન્ટ પર ડ્રોન હુમલાથી LNGનું ઉત્પાદન અટક્યું ગયા અઠવાડિયે અમેરિકા-ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઇરાને UAE, કતાર, કુવૈત અને સાઉદી જેવા દેશોમાં હાજર અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઇરાનના ડ્રોન હુમલા બાદ ભારતને ગેસ સપ્લાય કરનાર સૌથી મોટા દેશ કતારે પોતાના LNG પ્લાન્ટનું ઉત્પાદન રોકી દીધું છે. તેનાથી ભારતમાં ગેસનો સપ્લાય ઘટી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતની 40% LNG (લગભગ 2.7 કરોડ ટન વાર્ષિક) કતારથી જ આયાત કરે છે. સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ₹60 વધાર્યા સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો LPG ગેસ હવે 913 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા તે 853 રૂપિયાનો હતો. વધેલા ભાવ 7 માર્ચથી લાગુ થઈ ગયા છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1 માર્ચના રોજ 115 રૂપિયા વધારવામાં આવ્યા હતા. તે હવે 1883 રૂપિયાનો મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દુબે T20 વર્લ્ડકપ જીત્યા પછી ટ્રેનથી મુંબઈ પહોંચ્યો:અપર બર્થ પર છુપાઈને મુસાફરી કરી, પત્નીએ TTE થી ઓળખ છુપાવી
    Next Article
    દુબઈથી આવેલા મામાએ તો વટ પાડી દીધો:ભાણાના લગ્નમાં 1 કરોડનું મામેરું ભર્યું, 51 લાખ રોકડા અને 21 લાખના દાગીના સાથે મોંઘી ગિફ્ટ આપી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment