Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ખાતે 11 માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 10/12 પાસ, ITI, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આયોજન

    2 days ago

    પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે યોજાશે. તેનું સ્થળ એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન રહેશે. આ મેળામાં BSS Sonata Microcredit Ltd. (Kotak Mahindra Bank), અમદાવાદ અને Lifesurge Healthcare Pvt. Ltd., પાટણ જેવી ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. તેઓ ફિલ્ડ ઓફિસર, બેંક ઓફિસ વર્ક, મશીન ઓપરેટિંગ અને ટેક્નિશિયન સહિતની વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. આ ભરતી મેળામાં 18થી 35 વર્ષની વયમર્યાદાના ઉમેદવારો ભાગ લઈ શકશે. ધોરણ 10/12 પાસ, ITI (તમામ ટ્રેડ) અને ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. તેઓએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને 3 થી 4 બાયોડેટાની નકલો સાથે લાવવી ફરજિયાત છે. નોંધનીય છે કે, રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, તેમ પાટણના રોજગાર અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કલોલ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો:યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ, કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર અપાવ્યું
    Next Article
    ગીરસોમનાથમાં માર્ચમાં જ 41 ડિગ્રી તાપમાન:હીટવેવની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment